જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકવાદી હુમલામાં બે પોલીસ કર્મીઓ શહીદ થયા છે જ્યારે એક નાગરિક શહીદ થયો છે. સોપોરના અરમાપોરા નજીક નાકા પર આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફ જવાનો પર સંયુક્ત હુમલો કર્યો હતો, જેમાં 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
સોપોરના આરામપોરામાં આતંકવાદીઓએ પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો છે. માહિતી મળી રહી છે કે આ હુમલામાં ત્રણ પોલીસ જવાન શહીદ થયા છે અને ત્રણ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. ઘણા લોકો પણ ઘાયલ થયા છે. સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આતંકીઓની શોધખોળ ચાલુ છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ સોપોરના આરામપોરા સ્થિત પોલીસ અને સીઆરપીએફના નાકા પાર્ટીને નિશાન બનાવી ફાયરિંગ કર્યું હતું. હુમલો કરી આતંકીઓ નાસી ગયા હતા. હુમલાખોરોને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરીને વિશાળ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આ અગાઉ શુક્રવારે શોપિયાનના લિટર એગલર વિસ્તારમાં તૈનાત આતંકીઓએ સીઆરપીએફના નાકા પાર્ટી અને પોલીસને દૂરથી નિશાન બનાવીને અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ આતંકીઓ નાસી ગયા હતા. જોકે આ હુમલામાં કોઈ નુકસાન થયું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.