શ્રીનગર:(જમ્મુ-કાશ્મીર) રવિવારે એક આતંકવાદી(Terrorist)એ શ્રીનગરના ખાનિયાર વિસ્તારમાં નજીકથી પોલીસ અધિકારીની ગોળી મારી હત્યા કરી હતી. જમ્મુ અને કાશ્મીર(Jammu Kashmir)ના પોલીસ વડા દિલબાગ સિંહે કહ્યું કે, હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેનાં પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ છે. કુપવાડા જિલ્લાના નિવાસી પ્રોબેશનરી સબ-ઇન્સ્પેક્ટર અરશદ અહેમદ એક આરોપીને તબીબી તપાસ માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાંથી તેને પાછા ફરતી વખતે તેમને ગોળી મારી દેવામાં આવી હતી.
ઘટનાના સીસીટીવી ફૂટેજમાં, આતંકવાદી પાછળથી ખૂબ જ નજીકથી પોલીસ કર્મચારી પર ઓછામાં ઓછી બે ગોળીઓ ચલાવતો અને ભાગતો જોવા મળી રહ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, સબ-ઇન્સ્પેક્ટરને સૌરાની SKIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેમણે જણાવ્યું કે, આ ઘટના બપોરે 1:35 વાગ્યે બની હતી.
જિલ્લા પોલીસ લાઇનમાં વિદાય થયેલા પોલીસ કર્મચારીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં સામાન્ય વહીવટ, પોલીસ અને અન્ય સુરક્ષા દળોના અધિકારીઓ હાજર હતા. જમ્મુ -કાશ્મીરના પોલીસ વડા સહિત દરેક વ્યક્તિએ દિવંગત પોલીસ કર્મચારીને પુષ્પાંજલિ અર્પી હતી. સિંહે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે હત્યામાં સંડોવાયેલા લોકોની ઓળખ થઈ ગઈ છે અને તેમને ટૂંક સમયમાં તેનાં પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
DGP એ કહ્યું, ‘અમે સેવાની શરૂઆતમાં જ એક યુવાન હિંમતવાન અધિકારી ગુમાવ્યો. તે માત્ર પોલીસિંગ શીખી રહ્યો હતો. તેને એક આરોપીને હોસ્પિટલમાં લઈ જવાની ફરજ આપવામાં આવી હતી અને પાછા ફરતી વખતે તેને ગોળી મારી દેવામાં આવી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે તેનું મૃત્યુ થયું હતું. આ અમારા માટે એક મોટું નુકસાન છે અને અમારી સંવેદના તેમના પરિવાર સાથે છે.
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ હત્યાકાંડની નિંદા કરી હતી. “આ માનવતા અને શાંતિના દુશ્મનોનું કામ છે. તેમનું સર્વોચ્ચ બલિદાન વ્યર્થ નહીં જાય, આતંકવાદીઓને સજા થશે. અમારી સંવેદના શહીદના પરિવાર સાથે છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને સાંસદ ફારૂક અબ્દુલ્લા અને તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાએ પણ ઘટનાની નિંદા કરી છે. PDP પ્રમુખ મહેબૂબા મુફ્તી સહિત અન્ય પક્ષોના નેતાઓએ પણ આ ઘટનાની નિંદા કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.