ટ્રમ્પની ભારત મુલાકાત દરમ્યાન આતંકીઓ ભારતમાં ઘૂસ્યા, ત્રણ સશસ્ત્ર આતંકીઓ જોવા મળ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની સાથે 2 દિવસના ભારત પ્રવાસે આવી ગયા છે. ત્યારે આતંકીઓના એક વાહનની કાશ્મીર તરફ જવાની સૂચનાને પગલે જમ્મુ-કઠુઆ નેશનલ…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની સાથે 2 દિવસના ભારત પ્રવાસે આવી ગયા છે. ત્યારે આતંકીઓના એક વાહનની કાશ્મીર તરફ જવાની સૂચનાને પગલે જમ્મુ-કઠુઆ નેશનલ હાઈવે પર હાઈ એલર્ટ બહાર પડાયું છે. પોલીસ અને સુરક્ષા દળ દરેક સ્થળો પર નાકાબંધી કરી ખીણ તરફ જાનારા વાહનોની તપાસ કરી રહી છે. આ અગાવ પણ 31 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ઘુસણખોરી બાદ આતંકવાદીઓનું એક જૂથ ટ્રકમાં સવાર કાશ્મીર તરફ જઇ રહ્યું હતું, જેને નાગરોટાના બાન ટોલ પ્લાઝા નજીક એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો.

આતંકી હુમલાનો ખતરો

અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ અમદાવાદમાં ગંભીર આતંકી હુમલાનો ખતરો હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ તેઓએ અમદાવાદની જનતા માટે જાહેરનામું પણ બહાર પાડયું હતું. આતંકવાદીઓ વાહનોનો ઉપયોગ કરતા હોય છે જેથી રેસ્ટોરન્ટ, હોટલ, જવેલર્સની દુકાનો, આંગડીયા પેઢી, થિયેટર, મોલ મલ્ટીપ્લેક્ષ અને પેટ્રોલપંપ પર CCTV કેમેરા લગાવવા ફરજિયાત છે. ઉપરાંત પાવર એરક્રાફ્ટ, ડ્રોન, માઈક્રો એરક્રાફ્ટ ઉડાડવા પર મનાઈ ફરમાવી હતી.

પોલીસ અને સુરક્ષાદળોને હાઈ એલર્ટ

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, શનિવારે સુરક્ષા એજન્સીઓ પાસેથી ઇનપુટ્સ મળ્યા હતા કે, આતંકીઓની એક ટીમ કાશ્મીર જવા રવાના થઈ છે. તદ પશ્ચાત પોલીસ અને સુરક્ષા દળોને હાઈ એલર્ટ આપાયું છે. કઠુઆથી જમ્મુ સુધીના હાઈવે ઉપર સખત તકેદારી રાખવામાં આવી રહી છે નાકાબંધી સામે સેના અને સુરક્ષાદળોની સૂચના મળ્યા બાદ હાઈવે ઉપર દરેક વાહનની તપાસ કરવામાં આવી રહી છે.

 

ત્રણ સશસ્ત્ર માણસો જોયા

સૂત્રોના અનુસાર, આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ઘૂસણખોરી થવાની સંભાવનાને કારણે શનિવારની સાંજથી સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. રવિવારે સરોર ટોલ પ્લાઝા પર કાશ્મીર જતા વાહનોની સઘન તપાસ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કથુઆ જિલ્લાના મગગર ખાદ પાસે 17 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે ત્રણ સશસ્ત્ર શંકાસ્પદ લોકો મળી આવ્યા હતા. કઠુઆમાં સ્કૂટીમાં સવાર એક સ્થાનિક માણસે રાત્રે જરાય નાકે પોલીસને જાણ કરી હતી કે, તેણે હાઇવે પર ત્રણ સશસ્ત્ર માણસો જોયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *