ભારત તરફ આવી રહ્યું છે “અંફન” નામનું વિશાળ વાવાઝોડું, જાણો ક્યારે અને ક્યા રાજ્યોમાં ટકરાશે?

હવામાનવિભાગે વાવાઝોડા અંગે મોટી જાહેરાત કરી છે. હાલમાં જ હવામાનવિભાગે જણાવતા કહ્યું છે કે ભારતના દક્ષિણ-પૂર્વ ભાગમાં બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર સર્જાતાં આવનારા 12 કલાકમાં મધદરિયે…

હવામાનવિભાગે વાવાઝોડા અંગે મોટી જાહેરાત કરી છે. હાલમાં જ હવામાનવિભાગે જણાવતા કહ્યું છે કે ભારતના દક્ષિણ-પૂર્વ ભાગમાં બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર સર્જાતાં આવનારા 12 કલાકમાં મધદરિયે સર્જાયેલા ડિપ્રેશનની પરિસ્થિતિ સર્જાવાની મોટી આગાહી કરવામાં આવી છે. આ આફતનું નામ છે “અંફન”. જે થોડા સમયમાં જ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરીને ભારત પર ત્રાટકવા તૈયાર થઈ શકે છે. (DEMO PIC)

જો બધી પરિસ્થિતિઓ વિભાગની આગાહી પ્રમાણે જ રહી તો આવનારા 24 કલાકમાં ભારતનું વર્ષ 2020નું પ્રથમ વાવાઝોડું સર્જાઈ શકે છે. તેમજ એ વાતની પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે લૅન્ડફૉલ પહેલાં જ તે અતિભીષણ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. કુદરતી આફતના આગમનની સંભાવનાને પગલે ભારતમાં કોરોના વાયરસની આપત્તિ સમયે પડખા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

વિભાગની તાજેતરની એક પ્રેસ-રિલીઝ મુજબ, 17 મેના રોજ વાવાઝોડું બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધશે, પણ શરૂઆતના સમય બાદ એટલે કે 18 થી 20 મે દરમિયાન ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે. ઓડિશાએ આવનારા સંકટને જોતાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઍલર્ટ જાહેર કરી દીધું છે. તેમજ સંબંધિત જિલ્લાના કલેક્ટરોને લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાનું સૂચન કરી દેવાયું છે. સાથે-સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે. સાથે-સાથે હાલ દરિયામાં ખેડાણ કરી રહેલા માછીમારોને પાછા ફરવાની સૂચના આપી દેવાઈ છે.

તેમજ સંભવિત વાવાઝોડા “અંફન”ના સંભવિત ટ્રેકને ધ્યાનમાં રાખતાં ઓડિશા સહિત તમિલનાડુ, પુડુચેરી, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાલ, ત્રિપુરા, મિઝોરમ અને મણિપુર જેવાં સમુદ્રી તટે વસેલાં આ તમામ રાજ્યોમાં ઍલર્ટ જારી કરી દેવાયું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા સંભવતઃ વાવાઝોડાને કારણે હવામાનવિભાગે આવનારા 5-6 દિવસ દરમિયાન આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોમાં વાતાવરણ ખરાબ રહેવાની ચેતવણી પણ આપી છે.(DEMO PIC)

હવામાનશાસ્ત્રીઓના મત અનુસાર હાલની પરિસ્થિતિઓ પ્રમાણે તો એવું કહી શકાય કે અત્યારે બધી જ પરિસ્થિતિઓ મધદરિયે સર્જાયેલા લૉ-પ્રેશરની પરિસ્થિતિને એક વાવાઝોડામાં પરિવર્તિત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે એવી છે. તેમજ આવનારા દિવસોમાં ભારત માટે આફત સાબિત થવાની તાકાત રાખતું આ સંભવિત વાવાઝોડું ‘અંફન’ની અસર માત્ર દરિયાકિનારે આવેલાં રાજ્યોને જ થશે એવું નથી. જો “અંફન” વાવાઝોડું ભારત પર ત્રાટકે છે તો તેની અસર તેલંગણા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઝારખંડ જેવાં રાજ્યો પર પણ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *