VIDEO: માર્કેટમાં આવી એલોન મસ્કની ડ્રાઈવર વિના દોડતી કાર, જાણો કિંમતથી લઇને ખાસિયત

Tesla CEO Elon Musk Robovan: ટેસ્લાના સીઇઓ એલોન મસ્કે (Tesla CEO Elon Musk Robovan) વિશ્વ સમક્ષ ડ્રાઇવર વિનાની રોબોટેક્સીની લોન્ચ કરી છે. મોટી વાત એ છે કે ઈલોન મસ્ક પણ આ રોબોટેક્સીમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમને વિડીયો જોવા મળી શકે છે.

રોબોવનમાં શું ખાસ છે?
આ રોબોટેક્સી ઉપરાંત એલોન મસ્કે લોસ એન્જલસમાં યોજાયેલી ટેસ્લાની રોબો ઈવેન્ટમાં રોબોવન પણ રજૂ કરી હતી, જે એક ઓટોનોમસ વ્હીકલ છે. આ રોબોવનની ખાસ વાત એ છે કે તેમાં 20 લોકો એકસાથે મુસાફરી કરી શકશે અને સાથે જ તેમાં સામાન લઈ જવા માટે પૂરતી જગ્યા પણ આપવામાં આવી છે. એલોન મસ્કના જણાવ્યા અનુસાર, રોબોવનનો ખાનગી અને જાહેર ઉપયોગ સિવાય સ્કૂલ બસ, કાર્ગો અને આરવી તરીકે ઉપયોગ કરી શકાય છે.

ટેસ્લાની ઈવેન્ટમાં રોબોટ પણ લોન્ચ થયો
રોબોવનની લુક-ડિઝાઇન અને ફીચર્સ ખૂબ જ આકર્ષક છે. રોબોવન અને રોબોટેક્સી સિવાય ટેસ્લાએ આ ઈવેન્ટમાં એક રોબોટ પણ લોન્ચ કર્યો જે ભવિષ્યમાં ક્રાંતિ લાવી શકે છે. રોબોટેક્સીની વાત કરીએ તો આ એક ઓટોમેટિક વાહન છે, જેને ચલાવવા માટે કોઈ ડ્રાઈવરની જરૂર નથી. આ વાહનમાં નાની કેબિન આપવામાં આવી છે.

ટેસ્લાની આ કારમાં બે લોકો બેસવાની ક્ષમતા છે. આ વાહનની ડિઝાઈન આવનારા વાહનોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. અત્યારે માત્ર તેનો પ્રોટોટાઈપ જ માર્કેટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ રોબોટેક્સીને મોબાઈલ ફોનની જેમ વાયરલેસ ચાર્જરથી ચાર્જ કરી શકાય છે.