પ્રેમિકાની વફાદારી ચકાસવા પ્રેમિએ ભર્યું એવું પગલું કે…

લગ્ન પવિત્ર બંધન છે. માટે તો કહેવાય છે કે લગ્ન કોઇ બાળકોની રમત નથી. ખુબ સમજી વિચારીને અને પોતાના પાર્ટનરને સારી રીતે જાણી લગ્નનો નિર્ણય…

લગ્ન પવિત્ર બંધન છે. માટે તો કહેવાય છે કે લગ્ન કોઇ બાળકોની રમત નથી. ખુબ સમજી વિચારીને અને પોતાના પાર્ટનરને સારી રીતે જાણી લગ્નનો નિર્ણય લેવો જોઇએ.

આજકાલ ઘણા કિસ્સા એવા સામે આવતા હોય છે કે પ્રેમી કે પ્રેમીકા પોતાના પાર્ટનર સાથે વિશ્વાસઘાત કરે છે. જોકે, આવા કિસ્સાના કારણે એક વ્યક્તિએ પોતાની પ્રેમિકાની વફાદારી ચકાસવા માટે એક એવું પગલું ઉઠાવ્યું જેની આજકાલ ચારેય તરફ ચર્ચા થઇ રહીં છે.

શું છે સમગ્ર મામલો?

વાત જાણે એમ છે કે એક વ્યક્તિએ પોતાની પ્રેમિકા તેના પ્રત્યે કેટલી વફાદાર છે તે જાણવા માટે પ્રોફેશનલ હનીટ્રેપરને હાયર કરવાનો નિર્ણય લીધો. આ વ્યક્તિ કરોડપતિ છે. તે જાણવા માગે છે કે તેની પ્રેમિકા તેને સાથે ફક્ત પોતે અમીર હોવાના કારણે તો લગ્ન નથી કરતી. એવામાં આ કરોડપતિ વ્યક્તિ પોતાની પ્રેમિકાની વફાદારી ચકાસવા માટે હનીટ્રેપરને 13 લાખ રૂપિયા રોકડા, ફ્લેટ અને કેટલીક લઝરી કાર પણ આપશે.

શું છે જાહેરાતમાં?

રિપોર્ટ અનુસાર આ કરોડપતિ વ્યક્તિએ એક લક્ઝરી શોપિંગ અને માર્કેટપ્લેસ વેબસાઇટ પર પ્રોફેશનલ હનીટ્રેપરની વેકેન્સી માટે જાહેરાત આપી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે તે એક યુવતીની વફાદારી તપાસવા માગે છે. જેની સાથે તેની સગાઇ થઇ છે. રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે આ વ્યક્તિને પોતાની પહેલી પ્રેમિકાની સાથે જે કડવો અનુભવ થયો છે. આટલું જ નહીં આ અમીર વ્યક્તિને મોટાભાગે યુવતીઓ તેને ફક્ત પૈસા માટે જ પસંદ કર્યો હતો. તેમનું કહેવું છે કે તેની નવી મંગેતર પણ તેની સાથે જલ્દી લગ્ન કરવા માગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *