કોરોના મહામારીને કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે હાલમાં પણ કોરોના મહામારીને લીધે પોતાનો જીવ ગુમાવનાર પતિએ પત્નીને છેલ્લો લવ લેટર લખ્યો હતો. 13 ડિસેમ્બરનાં રોજ ટેક્સાસના મેક્લીન મેડિકલ સેન્ટરમાં 45 વર્ષનાં બિલી લોરેડોનું અવસાન થઈ ગયું હતું.
પોતાના મૃત્યુના થોડા સમય અગાઉ જ બિલીએ પોતાની પત્ની સોન્યા કાયપૂરોસને એક પત્ર ઇમેલ કર્યો હતો. બિલીએ પત્રમાં લખ્યું હતું કે, મરતાં પહેલા તને પોતાના દિલની વાત જણાવવા માંગું છું. હું તને કહેવા માંગું છું કે, મેં તારી સાથે એક શાનદાર જિંદગી પસાર કરીને વિશ્વની કોઈપણ કિંમતી ચીજવસ્તુથી તેનો સોદો કરી શકીશ નહિ.
હું એવું પણ ઈચ્છું છું કે, તું ખુશ રહે તથા મારા વિના કોઈ પસ્તાવો કર્યાં વગર પોતાનું જીવન પસાર કરજે. આપણે બંનેએ સાથે મળીને પસાર કરેલ સમય અદ્ભૂત હતો. બિલીના મોટા ભાઈ પેડ્રો લોરેડોએ કહ્યું હતું કે, બિલીએ આ પત્ર ઓક્સિજન નળી લગાવ્યા એનાં પહેલા પોતાની પત્ની સોન્યાને મોકલ્યો હતો.
જાણીતા કાર્યક્રમ ‘ગુડ મોર્નિંગ અમેરિકા’માં કર્યો પત્રનો ઉલ્લેખ:
બિલીના આ પત્રને તેના ભાઈએ અમેરિકાના પ્રખ્યાત કાર્યક્રમ ‘ગુડ મોર્નિંગ અમેરિકા’ માં શૅર કરતાં જણાવ્યું હતું કે, તે ક્ષણ મને અને તેને સમજમાં આવી ગઈ હતી કે, આ તેનો અંતિમ પત્ર છે. સોન્યાને મારા વ્હાલા ભાઈનો અંતિમ પત્ર મળ્યો હતો. જેને લીધે તેને ઘેરો આઘાત લાગ્યો હતો. લોરેડો જણાવે છે કે, બિલી એક રોમેન્ટિક વ્યક્તિ હતો તેમજ તે ઘણીવાર પોતાની પત્નીને લવ લેટર મોકલતો રહેતો હતો.
બિલી એક વકીલ હતો તેમજ થોડાક વર્ષો અગાઉ જ તેણે પોતાની લૉ ફર્મ સ્થાપી હતી. બિલીના મોટા ભાઈ પેડ્રોએ પોતાના ભાઈને યાદ કરતાં કહ્યું હતું કે, બિલીમાં સકારાત્મક ઉર્જા હતી. તે ખૂબ વિનમ્ર વ્યક્તિ હતો કે, જે પરિવારની સાથે ખુશીઓ વહેંચતો હતો.
તેઓએ ભાઇ તેમજ તેની પત્નીની ખાસિયત જણાવી હતી કે, બંને એકસાથે જ શિકાર કરવાનું પસંદ કરતા હતા. પોતાના ભાઈને એક મહાન વ્યક્તિ ગણાવતાં તેઓએ જણાવ્યું હતું કે, તેણે તેને ઓળખતા તમામ વ્યક્તિના દિલમાં પ્રેમના બીજ રોપ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle