Surat Textile Market: ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાય સમયથી હિંસા ચાલી રહી છે. હિંસાના કારણે ઉધોગિક ક્ષેત્રે તેમજ આર્થિક ક્ષેત્રે દેશને નુકસાન થઈ છે. બાંગ્લાદેશના પ્રધાન મંત્રીએ રાજીનામું આપ્યા બાદ હિંસા ચાલી રહી છે. બાંગ્લાદેશની સ્થિતિની અસર ભારત સહિત(Surat Textile Market) ગુજરાતમાં પણ જોવા મળી છે. સુરતએ ગુજરાત જ નહીં પરંતુ એશિયામાં કાપડનું સૌથી મોટુ બજાર છે. પરંતુ બાંગ્લાદેશમાં ઉદભવેલી પરિસ્થિતિને લઈ સુરત કપડા માર્કેટ મુશ્કેલીમાં મુકાઈ છે.
સુરત શહેરમાંથી જ મોટા ભાગનો માલ દુનિયાના દરેક ખૂણે સુધી એક્સોર્ટ થાય છે. સુરતમાંથી વર્ષે 500 કરોડના માલની નિકાસ થાય છે. તહેવારના કારણે મોટા ઓર્ડર મળે છે. બાંગ્લાદેશને કારણે વાર્ષિક 500 કરોડનું ટર્નઓવર સુરતના કપડા માર્કેટનું થતું હતું. કાપડના એક્સપોર્ટને કારણે ડાયરેક્ટ સુરત કપડા માર્કેટનો બાંગ્લાદેશ સાથે વ્યવહાર હતો.
ત્યારે આ મામલે ફોસ્ટાના અધ્યક્ષ કૈલાશ હકીમે જણાવ્યુ હતુ કે સુરતમાંથી કાપડને RFD કરીને, પ્રિન્ટેડ અને ડાયટ ગારમેન્ટ લંબ કરીને અને સ્પીચ ગારમેન્ટ મોકલવામાં આવતા હોય છે. અને આ તમામ પ્રોસેસને 60થી 120 દિવસનો સમય લાગે છે. જો કે બંગલાદેશમાં હજુ બે ચાર દિવસ આ પરિસ્થિતિને થયા છે જે કારણે નુકસાનનો કોઈ આંકડો નથી મળ્યો.પરંતુ જો આ જ પરિસ્થિતિ રહેશે તો કપડા માર્કેટને મોટું નુકસાન વેઠવું પડશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો પરિસ્થિતિ આવીને આવી રહેશે તો ઓર્ડર કેન્સલ થઈ શકે છે જેને લઈને પૈસા પણ અટવાયા શકે છે. અને આ તમામ પ્રકારની હાલાકીનો સામનો વેપારીએ j કરવો પડશે. બાંગ્લાદેશની હાલની પરિસ્થિતિને લઈ 150થી 200 કરોડનો જે ઓર્ડર છે તે હાલ થંભી ગયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App