ગુજરાતમાં આવેલ સુરત શહેરની ભાવિ મહેતાએ ગણિતમાં 2×2 અંકના કુલ 100 ગુણાકાર માત્ર 7 મિનિટ 21 સેકન્ડમાં કરીને ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ’માં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભાવિની ઉંમર હાલમાં કુલ 13 વર્ષની છે તેમજ ધોરણ 8 માં અભ્યાસ કરે છે.
માત્ર 4 સેકન્ડની સ્પીડે 2 અંક*2 અંક(00*00) એવાં કુલ 100 ગુણાકાર કરીને જવાબ આપ્યા હતા. જેમાંથી કુલ 96 જવાબ સાચા આપ્યા હતા. આની માટે એને ફાસ્ટેસ્ટ ટુ સોલ્વ ટુ ડિજિટ મલ્ટીપ્લીકેશન સમનો ટેગ મેળવ્યો છે. પહેલાં પણ વર્ષ 2020માં ભાવિની માત્ર 6 વર્ષની બહેન કનિકાએ પણ ‘ઈન્ડિયા બુક’ તથા ‘એશિયા બુક’ નો એવોર્ડ મેળવ્યો હતો.
રોજ કુલ 1,500 દાખલાની પ્રેક્ટિસ કરતી હતી :
ભાવિ મહેતા જણાવતાં કહે છે કે, 14 ઓક્ટોબરનાં રોજ આ રેકોર્ડ મેં લાઈવ બનાવ્યો હતો તેમજ 9 નવેમ્બરનાં રોજ મને ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ’ તરફથી મેડલ તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. હું ધોરણ 6માં અભ્યાસ કરતી હતી ત્યારથી જ ગણિતના ક્લાસીસ શરૂ કરી દીધા હતા.
કુલ 2 વર્ષ સુધી મેન્ટલ મેથ્સ શીખ્યા પછી હવે હું વૈદિક મેથ્સ માટે પ્રેક્ટિસ કરૂ છું પરંતુ મને રેકોર્ડ બનાવવાની ઈચ્છા ન હતી. 5 સપ્ટેમ્બરે ‘શિક્ષક દિન’ નિમિત્તે દિપેશ સરે મને ગુરૂદક્ષિણામાં મારી પાસે ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ’નો એવોર્ડ માંગ્યો હતો. ત્યારથી મેં આની માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. સર મને રોજ કુલ 100 દાખલાની 15 વર્કશીટ મોકતાં એની પ્રિન્ટ કાઢીને રોજ એની પ્રેક્ટિસ કરતી હતી.
દરરોજ કુલ 1,500 દાખલાની પ્રેક્ટિસ થઈ જતી હતી. છેલ્લે જ્યારે રેકોર્ડનું લાઈવ સેશન થવાનું હતું એના થોડા દિવસ અગાઉ જ આંગળી સુજી ગઈ હતી એટલે કે, કુલ 2 દિવસ પહેલા પ્રેક્ટિસ કરવાનું બંધ કરી દીધું હતું. સામાન્ય રીતે હું 100 દાખલા માત્ર 6 મિનિટમાં પૂરા કરી લઉં છું પરંતુ આંગળીમાં સોજો હોવાને લીધે કુલ 7 મિનિટ 21 સેકન્ડનો સમય લાગ્યો હતો.
માત્ર 4 સેકન્ડમાં કુલ 2 અંકનો એક દાખલો સોલ્વ :
સ્ક્રીન પર એક ગુણાકાર કર્યા બાદ જવાબ આપીને સોફ્ટવેરથી ઉત્તર મેળવવામાં વધારે સમય લાગતો હતો એટલે ભાવિએ લાઈવ બેસીને વર્કશીટ પર જ એક પછી એક એમ કુલ 2 ડિજિટના ગુણાકારના 100 દાખલા માત્ર 7 મિનિટ 21 સેકન્ડમાં સોલ્વ કરી નાંખ્યા હતાં. અગાઉ પ્રેક્ટિસનો વિડીયો બનાવીને ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ’ માં મોકલવામાં આવ્યો હતો. એનાં આધારે 14 ઓક્ટોબરનાં રોજ લાઈવ સેશનથી આ રેકોર્ડની નોંધણી કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle