સુરતના ભવ્યની સંગીતમાં ભવ્યતા: 700થી વધુ કર્યા સંગીતના લાઈવ શો, 19 વાદ્યો વગાડી વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન

Surat Music Artist Bhavya: સંગીતમાં રસ ધરાવતા લોકો વધુમાં વધુ ચારથી પાંચ વાદ્ય યંત્ર વગાડી શકે છે, પરંતુ સુરતના ભવ્ય પટેલ માત્ર 17 વર્ષની ઉંમરે(Surat Music Artist Bhavya) 19 સંગીતનાં વાદ્ય યંત્ર વગાડી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભવ્ય પટેલે 19 સંગીતનાં સાધનો વગાડવામાં નિપુણતા મેળવીને વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં બાળકો અને યુવાનો રીલ બનાવવામાં વ્યસ્ત છે, ત્યારે સુરતના 17 વર્ષીય ભવ્ય પટેલ વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. સંગીતમાં રસ હોવાથી ભુવ્ય નાનપણથી જ તબલા વાદન કરે છે. ભવ્ય તબલા વગાડવામાં મહારત પ્રાપ્ત કર્યું છે પરંતુ તેની સાથે તે 19 વિવિધ સંગીતનાં સાધનો પણ ખૂબ જ સરળતાથી વગાડી શકે છે.

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા ભવ્ય પટેલ ધોરણ 12 માં ભણે છે. ભવ્ય તબલા, કોંગો, બોંગો, ડ્રમ, ઓક્ટોપેડ, કીબોર્ડ, કેજોન, જેમ્બે, ટીક્ટોક, ઢોલક, ડરબુકા, કરતલ, તિબેટીયન બાઉલ, ગતમ, હેન્ડ પેન, ડફ, ઢગલુ, ઢોલ, હેન્ડીકેજોન, ઢોલકી નીપૂર્ણતા સાથે વગાડે છે.

તમને જણાવી દઈએ ભવ્ય નિમેષ પટેલ દ્વારા 12 જૂન 2024 ના રોજ રજૂ કરાયેલ મેક્સિમમ પર્ક્યુશન મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સનો વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરવામાં આવ્યો હતો. તેણે 16 વર્ષની 7 મહિના 26 દિવસની ઉંમરે 19 પર્ક્યુશન મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ્સ પરફોર્મ કર્યું અને વર્લ્ડવાઈડ બુક ઓફ રેકોર્ડ્સ માટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આટલી નાની વયમાં તેની આ કળાથી લોકોને આશ્ચર્યચકિત કર્મૂયા છે. ભણતરની સાથે સંગીતમાં રુચિના કારણે જ આજે તે આ રેકોર્ડ પ્રાપ્ત કરી શક્યો છે.

ભવ્યે 700થી વધુ લાઈવ શો
પોતાની કળા અંગે ભવ્યએ જણાવ્યું હતું કે, હું 700 કરતાં પણ વધારે લાઇવ શો કરી ચૂક્યો છું. મારા જીવનનો સૌથી મોટો અચીવમેન્ટ વર્લ્ડ રેકોર્ડ છે. મેક્સિમમ સંગીતના અલગ અલગ સાધન વગાડ્યા છે. ટીનેજર શ્રેણીમાં મને આ રેકોર્ડ પ્રાપ્ત થયો છે. એક વર્ષથી હું મુંબઈ મ્યુઝિક પ્રોડક્શન નો કોર્સ કરી રહ્યો છું. આ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરવામાં મારા માતા-પિતા અને ગુરુ દ્વારા મહત્વનો યોગદાન આપવામાં આવ્યો છે.