Bhavnagar-Somnath Highway Accident: રાજ્યમાં જીવલેણ અકસ્માનો સિલસિલો યથાવત છે. અમરેલી-ભાવનગર સોમનાથ હાઇવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા તાલુકાના કડીયાળી ગામ પાસે અકસ્માત(Bhavnagar-Somnath Highway Accident) સર્જાયો હતો. જેમાં રાજુલાના કડીયાળી ગામ નજીક બે મોટર સાયકલ સામસામે અથડાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા, જ્યારે એક ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બાઈક અથડાતા 2 લોકોના કરુણ મોત
પીપાવાવ મરીન પોલીસએ તપાસ શરૂ કરી અકસ્માત કેવી રીતે સર્જ્યો તે તપાસ નો વિષય તમામ લોકો રાજુલા તાલુકાના ખેરા ગામના રેહવાસી હોવાનું જાણવા મળ્યું કડીયાળી નજીક બંને બાઇક સવારો વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમા કાનજીભાઈ નારણભાઈ બારૈયા ઉ.60નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પત્ની માયાબેન કાનજીભાઈને ઇજાઓ થતા સારવાર માટે ખસેડાય છે સામે બાઇક સવાર પુનાભાઈ ભાયાભાઈ ગુજરીયા ઉ.30 નું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે.
અકસ્માતની ઘટનામાં 2 વ્યક્તિના મોત નિપજ્યા છે જેમાં ઇજાગ્રસ્ત મહિલા પત્ની માયાબેનની નજર સામે તેમના પતિ કાનજીભાઈ નું મોત થતા પરિવારમાં શોકમય માહોલ સર્જાયો છે.ભાવનગર સોમનાથ રોડ પર અવારનવાર આવા અકસ્માતો થઈ રહ્યા છે ત્યારે એનું મુખ્ય કારણ હાઇવે ની ભદ્રકાળી હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે
એક મહિલાને સારવાર અર્થે ખસેડાઈ
ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આજે બપોરના સમયે રાજુલા નજીક આવેલ કડિયાળી ગામ નજીક 2 બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ કરુણ ઘટનામાં ઘટના સ્થળ પર 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા.જ્યારે એક મહિલા ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક રાજુલાની સરકારી હોસ્પિટલ પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બંનેના મોત થતા પરિવાર જનોમાં શોકનો માહોલ
પીપાવાવ મરીન પોલીસની ટીમ ઘટના સ્થળે પોહોંચી હતી અને બનાવની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા ખાંભા રાજુલા વિકટરની 3 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી હતી. આ અકસ્માતમાં 2 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા તો ઇજાગ્રસ્ત મહિલાને ઇંજા પહોંચી હતી. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ બંને બાઇક ચાલકો રાજુલા તાલુકાના ખેરા ગામના રહેવાસીઓ હતા હાલ મૃતકોની લાશ અને ઇજાગ્રસ્ત મહિલાને રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો મૃતકના પીએમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંનેના મોત થતા પરિવાર જનોમાં શોકનો માહોલ છવાયો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App