દમણ(ગુજરાત): તાજેતરમાં દમણ બીચ પર એક દુર્ઘટના સર્જાઈ છે. જેમાં દમણ(Daman)ના જમપોર બીચ(Jampore Beach) પર પેરાસિલિંગ(Parasailing) કરવા આવેલા સહેલાણીઓ હવામાંથી નીચે પટકાયા હતા. 2 સહેલાણી અને એક ટ્રેનર(Trainer) નીચે પટકાતાં ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે વાપી હોસ્પિટલ ખસેડાયા છે. જોકે, આ સમગ્ર ઘટનાનો વીડિયો(Video) વાઇરલ થવા પામ્યો છે.
મળતી માહિતી મુજબ, વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે જમપોર બીચ પર લોકો મોટી સંખ્યામાં વેકેશન માણવા આવતા હોય છે. ત્યારે સહેલાણીઓ બીચ પર મૂકવામાં આવેલા એડવેન્ચર સ્પોર્ટ્સની પણ મજા લે છે. આ દરમિયાન, દમણના જમપોર બીચ પર મૂકવામાં આવેલા એડવેન્ચર સ્પોર્ટ્સ કરતા સમયે એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં બીચ પર બે સહેલાણી અને ટ્રેનર એમ ત્રણ જણા પેરાસિલિંગ કરવા માટે હવામાં ઊડ્યા હતા ત્યારે તેઓ અચાનક હવા બદલાતાં હવામાંથી નીચે પટકાયા હતા.
View this post on Instagram
મુસાફરો અને ટ્રેનરની નીચે પટકાતા તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને પ્રથમ દમણમાં સારવાર આપવામાં આવી હતી. બાદમાં તમામને વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.
ખાસ કરીને ચોમાસાની શરૂઆત પહેલા પવનની ગતિ વધી જાય છે અને પવનની દિશા બદલાય છે. આવા સમયે એડવેન્ચર સ્પોર્ટ્સ બંધ રહે છે. પરંતુ, કેટલાક લોકો પૈસાના લોભમાં ખતરનાક રમત રમવાનું ચાલુ રાખે છે. આ દુર્ઘટના બાદ પ્રવાસન વિભાગ દ્વારા પણ આ બાબતે ધ્યાન આપવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.