ક્યારેક વધારે પડતા સંબંધો પણ જોખમી સાબિત થતાં હોય છે જેને લીધે ઘણીવાર સંબંધ તોડવા માટે મોતને વ્હાલું કરવાનો પણ વારો આવતો હોય છે. આવું જ કંઈક નવસારી તાલુકામાં આવેલ ખેરગામમાં બન્યું છે કે, જ્યાં પાડોશી યુવાને લગ્ન કરવા માટે દબાણ કરતા 21 વર્ષની યુવતીએ કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
નવસારીમાં આવેલ ખેરગામમાં રહેતો તેમજ કાર લે-વેચનો ધંધો કરતો 5 સંતાનનો બાપ 36 વર્ષની સોહેલ અબ્દુલ સમદ મંગેરા પોતાની પાડોશમાં રહેતી 21 વર્ષની યુવતીને લગ્ન કરવા માટે સતત દબાણ કરતા યુવતીએ આ સમગ્ર ત્રાસથી કંટાળીને પોતાના ઘરે ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લેતા યુવતીની માતાએ પોલીસ મથકમાં દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે.
જેને આધારે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. ખેરગામમાં રહેતા સમીમબેન મહમદ ભામજી જેમની ઉંમર 45 વર્ષ છે તેમજ તેઓ ઘરકામ કરે છે તેમને 5 સંતાન છે કે, જેમાં 2 છોકરા તેમજ 3 દીકરીઓ સાથે ખુશહાલ જીવન પસાર કરી રહ્યા હતા.
2 દીકરાઓ ખેતીનો વ્યવસાય કરીને જીવન પસાર કરી રહ્યા હતા. જ્યારે 3 માંથી 2 દિકરીના લગ્ન થઈ ગયા હતા ત્યારે નાની દીકરી માતાને સિલાઈ કામ કરીને ઘરમાં મદદરૂપ થતી હતી. સમીમબેન મહમદ ભામજીની પાડોશમાં રહેતો 36 વર્ષનાં યુવાન સોહેલ અબ્દુલ સમદ મંગેરા પારિવારિક સંબંધ ધરાવતો હતો.
આની સાથે જ ઘણીવાર ઘરે તેનું આવવા જવાનું રહેતું હતું ત્યારે આ શખ્સે તેમની નાની દિકરી પર દાનત બગાડી પહેલા 2 પત્ની તથા 5 સંતાનો હોવા છતાં તેની સાથે લગ્ન કરવાની જીદ્દ પકડીને બેઠો હતો તેમજ ઘણીવાર ઘરે આવીને તું મને જાણ કરીને કેમ બહાર નથી જતી તેવો હક જમાવતો હતો.
યુવતીની માતાએ તું આવું પૂછનાર કોણ એવું કહેતા યુવાને હું તમારો જમાઈ થવાનો છું તેવો જવાબ આપીને યુવતીને હેરાન કરતો હતો. આની સાથે જ યુવતીની માતાને ધમકી પણ આપતો હતો કે, તેઓ દીકરીના બીજે લગ્ન કરી દેશે તો તેને બદનામ કરી નાખીશ.
જેને લઇ આ માનસિક ત્રાસથી કંટાળીને 12 જુલાઈએ માતા કામથી બહાર ગઈ ત્યારે યુવતી ઘરે એકલી હોવાથી તેણે પોતાના રૂમમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા પરિવાર પર જાણે આભ તુંટી પડ્યુ હતુ. આ અંગેની યુવતીની માતાએ પાડોશી શખ્સ સોહેલની વિરુદ્ધ ગ્રામ્ય પોલીસ મથકમાં આપઘાત માટે ઉશ્કેરી દુષપ્રેરણાને લાગતી ફરિયાદ આપતા પોલીસે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.