સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે. એવી જ એક ઘટના ગુજરાતના અમરેલીમાંથી સામે આવી છે.
અમરેલીના ખાંભાના ઉમરીયા ગામે રહેતી 23 વર્ષીય કુંવારી યુવતીને અચાનક જ વધતા પેટને જોઈને તેના માતા-પિતા ચિંતામાં મુકાયા હતા.આ અંગે યુવતીના માતા-પિતાએ તપાસ કરાવતા તેને ત્રણ માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું છે. તેમજ ગામમાં જ રહેતા વૃદ્ધ વ્યક્તિએ બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો જાણવા મળ્યું છે.
ખાંભા તાલુકાના ઉમરીયા ગામે રહેતા કનુ મધુભાઈ નસીત નામના વ્યક્તિએ અગાઉ તારીખ 16 જાન્યુઆરીના દિવસે ગામની જ એક યુવતીને પોતાની જાળમાં ફસાવીને યુવતીના ઘરની નજીક આવેલી ડંકી પાસે આવેલા નરેડામાં લઈ જઈને તેની સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધ્યા હતા અને જો કોઈને પણ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ કોઈને પણ આ ઘટનાની વાત કરી નહોતી. બાદમાં પણ આરોપીએ આ યુવતીની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ઘટનાના ત્રણ મહિના બાદ યુવતી કુંવારી હોવા છતાં પણ તેને ગર્ભ રહી ગયો હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. તપાસ કરતાં ગામમાં જ રહેતા વ્યક્તિએ બળાત્કાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું. ભોગ બનેલી યુવતીની ફરીયાદ પરથી પોલીસે આરોપીની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ અંગેની વધું વિગતો આપતા તપાસનિશ પીએસઆઈ સરવૈયાએ જણાવ્યું કે, આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે તે 60 વર્ષની ઉમરનો છે અને બે પુખ્તવયના સંતાનોનો પિતા પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news