CCTVએ ખોલ્યું ત્રણનાં મોતનું રહસ્ય: સંબંધીની અંતિમવિધિમાં જતાં પરિવારને ભરખી ગયો કાળ; જાણો સમગ્ર મામલો

Surat Accident News: રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. તેવી જ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. પરિવાર ભરૂચથી સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા સંબંધીની અંતિમવિધિમાં આવેલા મુસ્લિમ પરિવારને કાળ ભરખી (Surat Accident News) ગયો હતો. પણ આ ઘટના કઈ અલગ જ છે. માતા અને પુત્રનો વરિયાવ રોડ પર નહેરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો અને જયારે પિતાનો મૃતદેહ ઓલપાડમાંથી મળી આવ્યો છે. જો કે આ ત્રણ લોકોના મોત પરથી CCTV એ પડદો ઉચક્યો છે અને તેનું રહસ્ય ખોલ્યું છે. જેમાં આ યુવક પરિવાર સાથે બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે રોડની સાઈડ પર બનાવવામાં આવેલા ડિવાઇડર સાથે અથડાઈને ત્રણેય કેનાલમાં ખાબક્યા હોવાનું CCTVમાં કેદ થયું છે.

વરિયાવ રોડ પરથી માતા- પુત્રના મૃતદેહ મળ્યા હતા
સુરત વિસ્તારના વરિયાવ રોડ પર આવેલી નહેરમાંથી ગુરુવારે સવારે 6.30 કલાકે મહિલા અને બાળકના મૃતદેહ મળી આવ્યું હતું. સ્થાનિક લોકોએ આ બાબતે જહાંગીરપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરતા પોલીસ તરત જ ઘટના સ્થળે પોહચી આવી હતી અને પ્રાથમિક તપાસ હાથ ઘરી હતી. અને બનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યું હતું. સિવિલમાં બાળકનું ફોરેન્સિક અને મહિલાનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. બીજી બાજુ પોલીસ બંનેની ઓળખ થાય એ માટેની કાર્યવાહી પણ શરુ કરી દેવામાં આવી હતી.

પોલીસની કાર્યવાહી દરમિયાન પોલીસને ઓલપાડ નજીકની નહેરમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના કપડામાંથી મળેલા કાગળિયાને આધારે તેનું નામ વસીમ પટેલ (રહેવાસી બી-66 જિન્નત બંગ્લોઝ સોસાયટી, બાયપાસ રોડ, ભરૂચ) હોવાનું જાણવા મળ્યું હતું. ઓલપાડ પોલીસ પણ આ મામલે તપાસ શરુ કરી દીધી હતી. તે દરમિયાન જહાંગીરપુરા પોલીસને જાણ થતા ઓલપાડ પોલીસની સાથે મળી તપાસ કરતા મૃતક મહિલા વસીમની પત્ની ખુર્શીદા કે જેની ઉમર 30 વર્ષ છે અને બાળક તેનો પુત્ર મોઈસ (અઢી વર્ષ) હોવાનું સામે આવી રહ્યું હતું. ખુર્શીદાના પોસ્ટમોર્ટમ વખત તેણીને 4 માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું.

તેઓ ગુરુવારે સવારે 5 વાગ્યાની આજુબાજુ કોસાડથી ભરુચ પોતાના ઘરે જઈ રહ્યા હતા. મુસ્લિમ પરિવાર હોવાની માહિતી મળતા સુરત ક્યારે અને કેમ આવ્યા તે અંગે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, અમરોલી વિસ્તારમાં રહેતા સંબંધીની અંતિમવિધિમાં ભરૂચથી વસીમ પત્ની અને પુત્ર સાથે બાઈક પર આવ્યા હતા. તે દરમિયાન કોઈ ઘટના બની હોય તેવું લાગી રહ્યું છે.

CCTVએ મોત પાછળનું રહસ્ય ખોલ્યું
પોલીસ તપાસમાં આ પરિવાર બાઇક લઈને જઈ રહ્યો હોવાથી CCTV આધારે તપાસ કરવામાં આવી હતી. જેમાં કોસાડ આવાસ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડની સાઈડમાં બનાવવામાં આવેલા ડીવાઈડર સાથે બાઇક અથડાઈ હતી અને ત્રણેય કેનાલમાં ખાબકી જાય છે. સામેથી આવતી કોઈ વાહન ના કારણે આખો અંજાઈ ગઈ હોવાનું લાગી રહ્યું છે. ત્યારપછી કેનાલમાં ત્રણેયનું ડૂબી જવાથી મોત થયું હતું અને મૃતદેહ તણાઈ ગયા હતા.