Reel in police lockup: સુરતમાં તો હવે રીલ્સની ઘેલછા હદ વટાવતો વિડીયો વાયરલ થયો છે.જેમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરી તેને લોકઅપમાં નાખવામાં આવ્યો હતો તે દરમિયાન આ ઈસમે ફોનમાં લોકઅપમાંથી વિડીયો બનાવીને વાયરલ(Reel in police lockup) કર્યો હતો.જે પોલીસના ધ્યાને આવતા સચિન પોલીસે આ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રીલ્સની ઘેલછાની આડમાં વિડીયો બનાવ્યો
સુરતમાં એક યુવકે એકાદ વર્ષ અગાઉ સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં વીડિયો બનાવ્યો હતો. જેમાં ‘ભાઉ પોલિટિક્સ મેં જાયેગા તો ભીકુ ગેંગ ચલાયેગા’નો વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ એકાદ વર્ષે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે સચિન પોલીસના ધ્યાને આવ્યું હતું.ત્યારે સચિન પોલીસે વિડીયોના આધારે યુવકની અટકાયત કરી છે. તેમજ આ યુવકનું નામ સુબોધ ધર્મેન્દ્રભાઈ રમાણી હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આપી કડક સૂચના
સચિન પોલીસે આ યુવકની અટકાયત કરી છે અને તેની જોડે વિડીયો ઉતારનારા બાળકિશોરની પણ અટકાયત કરી છે. પોલીસે આ મુદ્દે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેની સાથે પોલીસે ચેતવણી પણ જારી કરી છે કે ભવિષ્યમાં આ પ્રકારના વિડીયો ઉતારનારા સામે આકરાં પગલાં લેવામાં આવશે.
આરોપીએ માફી માંગી
સચિન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ આરોપીને પકડી પાડ્યો. આ સાથે જ મોબાઇલમાંથી વીડ્યો પણ ડીલીટ કરાવ્યો હતો. ભવિષ્યમાં આવું કોઈ ખોટી પ્રસિધ્ધિ મેળવવા પગલું નહીં ભરવાની બાહેંધરી આપી હતી. જે બાબતે જરૂરી કાયદેસરની વિધી કરવા માટે કાર્યવાહી ચાલુ કરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App