અગાઉ પણ ત્રણ વખત ફાંસની તારીખ પાછળ ગયા બાદ નિર્ભયા સામુહિક દુષ્કર્મ અને હત્યા કેસના આરોપીઓને આગામી 20 માર્ચે ફાંસી થવાની છે, પરંતુ ફાંસીથી બચવા માટે આરોપીઓ સતત કોઈને કોઈ નવા દાંવપેચ રમી રહ્યાં છે. હવે કેસ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ સુધી પહોંચી ચૂક્યો છે. આ દરમિયાન આરોપી મુકેશ સિંહે વધુ એક મોટી ચાલ ચાલી છે. મુકેશના વકીલ એમએલ શર્માએ અરજી દાખલ કરી છે. જેમાં જણાવાયું છે કે, આરોપી ઘટના સમયે દિલ્હીમાં નહતો.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આરોપી મુકેશના વકીલ એમ એલ શર્માએ મંગળવારે પટિયાલા હાઉસ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ઘટના સમયે આરોપી મુકેશ દિલ્હીમાં નહતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, નિર્ભયા વાળી ઘટના 16 ડિસેમ્બર, 2012ના રોજ ઘટી હતી. જ્યારે 17 ડિસેમ્બરે તેની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી. એવામાં ઘટનાના દિવસે તે દિલ્હીના વસંત વિહારમાં હાજર જ નહતો. આ સાથે મુકેશે તિહાર જેલ ઓથોરિટી પર અત્યાચાર કરવાનો આરોપ લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, મુકેશે આ અરજી ફાંસીના ઠીક ત્રણ દિવસ પહેલા જ દાખલ કરી છે. એવામાં સવાલ ઉભો થઈ રહ્યો છે કે, અત્યાર સુધી તેણે આવી અરજી કોર્ટમાં કેમ દાખલ નહતી કરી કે, તે ઘટના સ્થળ કે ઘટનાના દિવસે દિલ્હીમાં નહતો. અગાઉ સોમવારે નિર્ભયાના આરોપીએ ICJની શરણમાં પહોંચ્યા હતા. આરોપીના વકીલે ICJને જણાવ્યું કે, 20 માર્ચે થનારી ફાંસી પર રોક લગાવવામાં આવે. આ સાથે નીચલી અદાલતના તમામ દસ્તાવેજો પણ મંગાવવામાં આવે, જેથી ન્યાય કરવામાં સરળતા રહે.
આરોપી અક્ષય ઠાકુરની પત્નીએ છૂટાછેડા માંગ્યા :-
નિર્ભયાના આરોપી બિહારના લહંગ કર્મા ગામના રહેવાશી અક્ષય ઠાકુરની પત્નીએ ઓરંગાબાદ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી છે. અક્ષયની પત્ની પુનિતાએ કોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તેના પતિને નિર્ભયા દુષ્કર્મ કેસમાં આરોપી ઠેરવવામાં આવ્યા છે અને કોર્ટના આદેશ બાદ હવે તેમને ફાંસી મળવાની છે. મારા પતિ નિર્દોષ છે અને એવામાં હું તેમની વિધવા તરીકે બાકીનું જીવન વ્યતિત કરવા નથી માંગતી. આથી મારે મારા પતિ પાસેથી છૂટાછેડા જોઈએ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.