સુરતમાં ફરીએકવાર કોરોના વચ્ચે પણ દુષ્કર્મની ઘટના સામે આવી છે. યુવતીનું અપહરણ કરીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ થઇ છે અને સજા પણ ફટકારવામાં આવી છે. ગઈકાલે જ એટલે કે તારીખ ૦૪-૦૫-૨૧ના રોજ અમરોલી માંથી આ ઘટના સામે આવી છે. નરાધમનો શિકાર બનેલી સગીરાની ઉંમર માત્ર ૧૩ વર્ષ જ હતી.
પીડિતાની માતા ઘરકામ કરે છે અને પિતા ટેમ્પો ચલાવીને મજુરી કામ કરીને પરિવાર ચલાવે છે. આ ઘટના ઘટી ત્યારે ઘરમાં પીડિતાના માતા અને તેમના સાસુ અને 13 વર્ષની સગીરા હાજર હતી અને સગીરાએ તેની મમ્મીને કહ્યું કે, હું સામેની દુકાને ચેવડો લેવા જાવ છું અને જયારે લાંબા સમય સુધી સગીરા ઘરે ન આવી ત્યારે માતાને ચિંતા થતા શોધખોળ માટે બજારમાં નીકળી હતી અને સામે રહેલા દુકાનવાળાને જઈને પૂછ્યું ત્યારે દુકાનદાર કહે છે કે, તે તો અહિયાથી ક્યારની નીકળી ગઈ છે.
દીકરીની કોઈ જાણકારી ન મળતા માતાએ તેના પતિને ફોન કરીને આ વાતની જાણકારી આપી હતી. ફોન આવતા જ સગીરાના પિતા ઘરે આવી ગયા હતા અનેઅં દીકરીની શોધખોળ શરુ કરી દીધી હતી. આખા પરિવારે દરેક જગ્યાએ દીકરીની તપાસ કરી હતી પરંતુ કોઈ જગ્યાએ દીકરી ગેની કોઈ મહિતી મળી નહોતી. સગીરાની માતાને વહેમ હતો કે, દીકરીને લલચાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું છે. એટલે તરત જ દીકરીની માતાએ તેમના પરિવાર સાથે પોલીસ સ્ટેશનમાં જઈને અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આરોપી સંજય અમરશીભાઇ સોલંકીએ સગીરાને લગ્નની લાલચ આપીને પોતાના વતન ભાવનગર લઇ ગયો હતો. આરોપીએ ગેરકાયદેસર પીડિતાને ગોંધી રાખી હતી અને વારંવાર દુષ્કર્મ પણ આચર્યું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આરોપી દ્વારા સતત ત્રણ દિવસ સુધી પીડિતાની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું.
આજ રોજ આ કેસની કાર્યવાહી પૂરી થઇ હતી અને આ નરાધમને કડકમાં કડક સજા ફટકારવામાં આવી હતી. આરોપી સંજયને ૨૦ વર્ષની જેલ અને વિવિધ કલમો નોંધી આ ગુના માટે ૧૨,૦૦૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે સાથે જ ભોગ બનનાર સગીરાને કુલ રૂપિયા સાત લાખનું વળતર પણ આપવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.