હાલમાં એક પ્રેરણાદાયક જાણકારી સામે આવી રહી છે. તમામ પોલીસ કર્મચારીએ ફિઝિકલ ફિટ રહેવા માટે દરરોજ ઓછામાં ઓછા અડધો કલાક સાયકલ ચલાવવી જોઇએ. જીમ તથા ઘરમાં કસરત-યોગ કરવા જોઈએ. પોલીસ કર્મચારીઓ ફિઝિકલી ફીટ રહે એવાં સંદેશની સાથે અમદાવાદનો એક કોન્સ્ટેબલ 26 જાન્યુઆરીનાં રોજ સવારમાં 3 વાગ્યે સાઇકલ લઇને કુલ 215 કિલોમીટરનો અંતર કાપીને 12 કલાકમાં રાજકોટ પહોંચશે.
આની સાથે જ ત્યાંના પોલીસ કમિશનરની મુલાકાત લેશે. આનંદનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહેલ વિક્રમસિંહ રઉભા પરમાર ફિઝિકલી ફિટ રહેવા માટે પહેલેથી જ દરરોજ 3 કલાક જીમમાં જતા હતા પણ કોરોનાને લીધે જીમ બંધ હોવાને કારણે તેમણે દરરોજ 4 કલાક સાયકલ ચલાવવાની શરૂઆત કરી હતી.
જો કે, એમની સાથે નોકરી કરતા કેટલાક પોલીસકર્મીનું નિવૃત્તિ પહેલા જ નિધન થતું જોઇને વિક્રમસિંહે પોલીસકર્મીઓને ફિટ રહેવા સંદેશ આપવાનું નક્કી કર્યુ હતું. વિક્રમસિંહે કહ્યું હતું કે, ઝોન-7 DCP ઓફિસેથી 26 જાન્યુઆરીની સવારે તેઓ સાયકલ લઇને રાજકોટ સુધીની યાત્રા કરશે.
અમદાવાદથી રાજકોટ જવા માટે હાલમાં દરરોજ 4 કલાક સાઇકલ ચલાવી પ્રેક્ટિસ કરે છે :
પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ પરમાર જણાવે છે કે, 26 જાન્યુઆરીનાં રોજ સાયકલ લઈને અમદાવાદથી રાજકોટ જવાની પ્રેકિટસ કરવા માટે હું દરરોજ 4 કલાક સાયકલ ચલાવું છું. જેમાં લગભગ 100 કિમી જેટલી સાયકલ ચલાવું છે. જેને લીધે રાજકોટ 12 કલાકમાં પહોંચી જવાનો અંદાજ રહેલો છે.
ફિટ રહેવા માટે તમામ વ્યક્તિએ 2-3 કિમીના અંતરની ઓફિસે સાઇકલ લઈને જવું જોઇએ :
પોલીસ હોય અથવા તો સામાન્ય માણસ જેમની પણ ઓફિસ 2થી 3 કિમીના અંતરે હોય તેમણે સાઇકલ લઈને ઓફિસે જવું જોઈએ. આવું કરવાથી તેમની કસરત થશે. આની સાથે જ સાથે વાહન ખુબ ઓછા ચાલશે તો પ્રદૂષણ, ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થશે. જેથી તમામ લોકોએ પણ દરરોજ સાયકલ ચલાવવી જ જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle