ગુજરાતના આ મહાનગરની સિવિલમાં દાખલ મહિલાને બનાવી હવસનો શિકાર, પહેલા માથું દબાવ્યું અને પછી…

સમગ્ર રાજ્યમાં કોરોનાની દશેહત મોટા પ્રમાણમાં બધે જ ફેલાય ગઈ છે અને કોરોનાના સંક્રમણને કારણે કેટલાય દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે. ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં લોકોને નથી હોસ્પીટલમાં જગ્યા મળતી અને જો હોસ્પીટલમાં જગ્યા મળે તો સરખી સારવાર નથી મળી રહી. ત્યારે એક ખુબ જ ખરાબ કિસ્સો સામે આવ્યો છે, ચાલો જાણીએ સમગ્ર ઘટના વિશે…

રાજકોટ શહેરની સિવિલ હોસ્પીટલમાં કોવીડ સેન્ટરની અંદર દાખલ રહેલી વૃદ્ધાએ પોતાની સાથે કઇક ખરાબ ઘટના ઘટી હોય તેવો આક્ષેપ કર્યો હતો. આ ઘટનાની જાણ થતા જ તેમના પરિવારજનો હોસ્પિટલ પહોચ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. આ ગંભીર ગણાતી ઘટનાને લીધે પોલીસ અધિકારીઓ અને હોસ્પીટલના અધિકારીઓ કોવીડ સેન્ટરમાં દોડી આવ્યા હતા. રાજકોટમાં રાજનગર પાસે આવેલા સરકારી આવાસમાં રહેતા 60 વર્ષના વૃદ્ધાની બુધવારના રોજ તબિયત લથડતા સારવાર હેઠળ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ વૃદ્ધાનું ઓક્સીજન લેવલ ખુબ ઓછુ થઈ જવાની જાણ થતા જ તેમને કાલે કોવીડ સેન્ટરના ચોથા માળે સારવાર હેઠળ મોકલવામાં આવ્યા હતા.

સારવાર થયા બાદ વૃદ્ધાનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા તેમને અલગ વોર્ડમાં મોકલવામાં આવ્યા હતા. વૃદ્ધાને જે વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં વોર્ડનો એક એટેન્ડન્ટ વૃદ્ધાની પાસે આવ્યો અને કહ્યું કે લાવો તમારું માથું દબાવી આપું તેમ કહીને માથું દબાવવાનું શરૂ કર્યું. થોડા સમય બાદ એટેન્ડન્ટે માથું દબાવવાની સાથે બીજા શારીરિક અડપલા શરૂ કર્યા પરંતુ વૃદ્ધાની તબિયત સારી ન હોવાને કારણે તેઓ કઈ બોલી શક્યા ન હતા. થોડા સમય પછી એટેન્ડન્ટ ત્યાંથી જતો રહ્યો. ત્યારબાદ હતપ્રભ થઈ ગયેલા વૃદ્ધાના પરિવારજનોએ કોન્ટેક્ટ કરતા કહ્યું હતું કે તમે બધા જલ્દી જ હોસ્પિટલ આવી જાવ.

સંપર્ક કર્યા બાદ વૃદ્ધાના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને વૃદ્ધાએ પોતાની સાથે કઇક ખરાબ થયું હોવાતી વાત પરિવારજનોને કરતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેને લીધે હોસ્પીટલમાં હાજર અધિકારીઓ અને કર્મચારીઓ દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટના મુદ્દે 181 (મહિલા હેલ્પલાઇન નંબર)ની ટુકડી હોસ્પિટલ પહોચી હતી અને વૃદ્ધાની પૂછપરછ કરીને વિગતો મેળવી હતી. સાથે પોલીસ અધિકારીઓએ પણ વૃદ્ધા સાથે વાતચીત કરી હતી અને તેમને પોતાની સાથે કઈક ખરાબ થયું છે હતું અને તે વ્યક્તિ તેમની સામે આવે તો તે ઓળખી બતાવશે એવું પણ કહ્યું હતું.

આ પૂછપરછ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરતા વોર્ડમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓની યાદી મેળવી હતી. આ સમગ્ર ઘટના સમયે તે વોર્ડમાં એટેન્ડન્ટ હિતેશ ઝાલા નામનો કર્મચારી ફરજ બજાવતો હતો. છેલ્લે વૃદ્ધાના ગંભીર આક્ષેપ વાદ પ્રદ્યુમનનગર પોલીસે વૃદ્ધાની ફરિયાદ પરથી એટેન્ડન્ટ હિતેશ ઝાલા સામે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રદ્યુમનનગર પોલીસમથકના PI એલ. એલ. ચાવડાએ જણાવ્યું છે કે, હોસ્પીટલમાં સરવાળ હેઠળ આવેલા વૃદ્ધાએ કરેલ આક્ષેપની પ્રાથમિક તપાસ કરીને અંતે એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા હિતેષ ઝાલા વિરુધ દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. ઘટના દરિમયાન વોર્ડમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ અને સારવાર લઇ રહેલા તમામ દર્દીઓની પૂછપરછ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *