હાલમાં સમગ્ર દેશમાં કોરોના મહામારી પછી અંગદાનનું મહત્વ લોકોને ધીરે-ધીરે સમજાઈ રહ્યું છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. પોતાના જીવનના ફક્ત 20 મહિના બાદ જીવલેણ દૂર્ઘટનાનો શિકાર બનેલી ધનિષ્ઠા સમગ્ર વિશ્વની સૌથી નાની વયની ઓર્ગન ડોનર બની ગઈ છે.
હોસ્પિટલમાં બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા પછી માતા-પિતાએ તેના ઓર્ગન દાન કરવાનો નિર્ણય લીધો હતો. ધનિષ્ઠાનું હાર્ટ, કિડની, લિવર તથા બંને કોર્નિયાંથી કુલ 5 બાળકોને નવજીવન મળ્યા હતાં. દિલ્હીના રોહિણીમાં રહેતી ધનિષ્ઠ 9 જાન્યુઆરીનાં રોજ સાંજે રમતા રમતા ફર્સ્ટ ફ્લોરની બાલકનીમાંથી નીચે પડી ગઈ હતી. ધનિષ્ઠાની ખુબ ગંભીર ઈજા પહોંચી હતી. માતા-પિતા તેને લઈ સર ગંગારામ હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. ડોકટરોએ સારવાર શરૂ કરી પણ 11 જાન્યુઆરીનાં રોજ તેને બ્રેન ડેડ જાહેર કરવામાં આવી હતી.
બીજા બાળકોને જોઈને લીધો નિર્ણય
ધનિષ્ઠાના પિતા આશીષ કુમારે જણાવ્યું હતું કે, ડોકટરોએ અમને જણાવ્યું હતું કે, ધનિષ્ઠા બ્રેન ડેડ થઈ ગઈ છે તથા તે પાછી સ્વસ્થ થઈ જશે તેવી કોઈ જ શક્યતા રહેલી નથી. જ્યારે અમારી દીકરી હોસ્પિટલમાં દાખલ હતી ત્યારે અમે એવા માતા-પિતાને મળ્યા હતાં કે, જેઓ પોતાના બાળકોનું જીવન બચાવવા માટે ઓર્ગન મળવાની રાહ જોઈ રહ્યાં હતા.
અમારી દીકરી બીજાના શરીરમાં જીવંત :
આશીષ જણાવતાં કહે છે કે, અમારી દીકરી બ્રેન ડેડ થઈ ગઈ હતી, જેથી મેં ડોકટરને પૂછ્યું હતું કે, શું અમે અમારી દીકરીના અંગદાન કરી શકીએ છીએ? જેના પર તેઓએ ઉત્તર આપ્યો હતો કે, કેમ નહીં તમે એવું જરૂરથી કરી શકો છો. મેં અને મારી પત્નીએ નક્કી કર્યું કે અમે અન્ય બાળકોનું જીવન બચાવવા માટે અમારી દીકરીને દફનાવવાની જગ્યાએ તેનું દેહદાન કરીશું. અમને તે વાતથી તો સંતોષ થશે કે, અમારી દીકરી તેઓમાં હજુ જીવંત રહેલી છે.
હાર્ટ, કિડની, લિવર ટ્રાંસપ્લાન્ટ કરવામાં આવ્યા :
સર ગંગારામ હોસ્પિટલના ચેરમેન ડૉ. ડીએસ રાણા જણાવતાં કહે છે કે, બ્રેન સિવાય ધનિષ્ઠાના બધાં અંગ એકદમ સારી રીતે કાર્ય કરી રહ્યાં હતા. માતા-પિતાની પરવાનગી લીધા બાદ તેનું હાર્ટ, કિડની,લિવર તથા બંને કોર્નિયાં હોસ્પિટલમાં જ પ્રિઝર્વ કરવામાં આવ્યા હતા. તેની બંને કિડની એક વયસ્કને, હાર્ટ તથા લિવર બે અલગ-અલગ બાળકોને આપવામાં આવ્યા હતાં. કોર્નિયાંને હજુ સુધી સુરક્ષિત રાખવામાં આવ્યા છે કે, જે કુલ 2 લોકોને આપવામાં આવશે. આ રીતે ધનિષ્ઠાએ 5 લોકોના જીવન બચાવ્યાં છે.
ઓર્ગન ન મળવાથી દર વર્ષે 5 લાખ લોકોના મોત :
ડૉ. મીણા જણાવતાં કહે છે કે, આ પરિવારે ભરેલું પગલું ખરેખર ખુબ પ્રશંસનિય છે. તેનાથી બીજા લોકોને પ્રેરણા લેવી જોઈએ. સમગ્ર દેશમાં 10 લાખ પર ફક્ત 0.26% ઓર્ગન ડોનેટ કરવામાં આવે છે. ઓર્ગન ન મળવાને કારણે દર વર્ષે અંદાજે 5 લાખ લોકોએ જીવ ગુમાવવા પડતાં હોય છે.
કુલ 20,000 લોકોને લિવરની જરૂર :
ગંગારામ હોસ્પિટલના કો-ચેરમેન તથા ચીફ લિવર ટ્રાંસપ્લાન્ટ સર્જન ડૉ. મનીષ મહેતા જણાવતાં કહે છે કે, સમગ્ર દેશમાં દેહદાન તથા ટ્રાંસપ્લાન્ટનો દર ખુબ જ ઓછો છે. ફક્ત 20થી 30% દેહદાન કરવામાં આવે છે. ખુબ મોટી સંખ્યામાં જોઈએ તો અંદાજે 20,000 દર્દી લિવર ટ્રાંસપ્લાન્ટની રાહ જોતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle