બાળક જન્મતાની સાથે જ વૃદ્ધ થઈ ગયું, સફેદ વાળ સાથે જન્મ્યું બાળક

આ દુનિયામાં દરેક માણસ જન્મતાની સાથે જ કોઈને કોઈ રીતે તો ખાસ હોય જ છે. આ જ કારણ છે કે, દુનિયા રહેવા માટે આટલી શાનદાર…

આ દુનિયામાં દરેક માણસ જન્મતાની સાથે જ કોઈને કોઈ રીતે તો ખાસ હોય જ છે. આ જ કારણ છે કે, દુનિયા રહેવા માટે આટલી શાનદાર છે. આજના સમયમાં આ વાત જરાં પણ જરૂરી નથી કે, તમારું બાળક કેવું છે. જો કે, અમુક બાળક જન્મતાની સાથે જ તે લોકોમાં આકર્ષણ ઉપજાવતું હોય છે. હંગેરીમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.અહીં બાળકે હોસ્પિટલમાં ગ્રે વાળ સાથે જન્મ લીધો છે, તે બાળક હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઈન્ટરનેટ પર આ બાળકની તસ્વીરો વાયરલ થઈ રહી છે.

જો જોવા જઈએ તો, હંગેરીના લોકોના વાળ ખૂબ કાળા અને ભરાવદાર હોય છે. ત્યારે આ બાળકના ભૂરા વાળ પર દરેકની નજર ગઈ છે. આ બાળકનું નામ બેંન્સ છે. જ્યારે આ બાળકનો જન્મ થયો તો, મા બાપની સાથે સાથે ડોક્ટર પણ હેરાન થઈ ગયા હતા.આ બાળકની ખાસયિત એ છે કે, તેના વાળ ભૂરા તો છે જ સાથે સાથે ભરાવદાર પણ છે .આ બાળક તેના મા બાપને ત્રીજું સંતાન છે. તેઓ પણ બાળકના આવા વાળ જોઈ આશ્ચર્યજનક થઈ ગયા હતા. ડોક્ટર્સે પણ આ અંગે વધું તપાસ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે, આ બાળકની નોર્મલ ડિલીવરી થઈ છે. તે ઉપરાંત પ્રેગન્સી દરમિયાન માને કોઈ પણ પ્રકારની તકલીફ પડી નથી. બેંન્સના મા બાપને તેના સ્વાસ્થ્યને લઈ ચિંતા થઈ રહી છે. પણ જ્યારે ડોક્ટર્સે કહ્યું કે, કોઈ ચિંતાનું કારણ નથી, ત્યારે તેના મા બાપને શાંતિ થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *