તમારા બેંકના જરૂરી કામ કાજ આજે જ પતાવી લ્યો, સતત ત્રણ દિવસ બંધ રહેશે બેન્ક

જો તમારે બેન્કના કોઇ મહત્વના કામકાજ કરવાના બાકી હોય તો એલર્ટ થઇ જાઓ. કારણ કે સતત ત્રણ દિવસ સુધી દેશભરમાં બેન્કો બંધ રહેવાની છે. આગામી…

જો તમારે બેન્કના કોઇ મહત્વના કામકાજ કરવાના બાકી હોય તો એલર્ટ થઇ જાઓ. કારણ કે સતત ત્રણ દિવસ સુધી દેશભરમાં બેન્કો બંધ રહેવાની છે. આગામી 31 જાન્યુઆરીથી બેન્ક યુનિયનોએ બે દિવસની હડતાળની ઘોષણા કરી છે. એટલે કે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2020એ હડતાળના કારણે બેન્ક બંધ રહેશે. સાથે જ 2 ફેબ્રુઆરીએ રવિવાર છે, તેથી તે દિવસે પણ તમે બેન્કના કોઇ કામકાજ નહી થાય.આ ઉપરાંત યુનિયને માર્ચના મહિનામાં ત્રણ દિવસ અને એક એપ્રિલથી અનિશ્વિતકાલીન હડતાળ પર જવાની ઘોષણા કરી છે.

સતત 3 દિવસ બેંક બંધ

1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ થવાનું છે. અને તેના એક દિવસ પહેલા અને એક દિવસ પછી કુલ 3 દિવસ માટે બેંક બંધ છે. તેવામાં જો તમારે કોઇ બેંકને લગતું જરૂરી કામ છે તો તેને આજે કે પછી 31 જાન્યુઆરી પહેલા જ પૂરું કરી લો. Indian Bank Association ની સાથે વેતનની માંગણી પૂરી ન થવાના કારણે બેંક યુનિયને 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી બે દિવસ સમગ્ર દેશમાં હડતાલની જાહેરાત કરી છે. સાથે જ 2 ફેબ્રુઆરીએ રવિવાર પણ આવે છે. આમ સતત 3 દિવસ બેંક બંધ રહેશે.

આ મહિનામાં બીજી વાર બેંકોના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. આ પહેલા 8 જાન્યુઆરીએ પણ બેંકના કર્મચારીઓ ભારત બંધની જાહેરાત કરી બેંક હડતાલ કરી હતી. આ વખતની બેંક હડતાલ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. કારણ કે બેંકની આ હડતાલ વખતે બજેટ પણ રજૂ થવાનું છે. 31 જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 1 ફેબ્રુઆરીએ મહિનાનો પહેલો શનિવાર પણ છે. વળી હડતાલના કારણે બેંકો બંધ રહેવાની સંભાવના વધુ છે. United Forum Of Bank Unions કહ્યું કે, Indian Bank Association ના વેતનમાં 12.5 ટકા વધારાનો પ્રસ્તાવ હતો. જેને મંજૂર કરવામાં નથી આવ્યો. જો કે આ જ કારણે દેશભરના કર્મચારીઓ હડતાલ પર છે. બેંક યુનિયન પગારમાં ઓછામાં ઓછો 20 ટકાનો વધારો માંગી રહ્યું છે.

આટલા દિવસ રહેશે બેન્કની હડતાળ

યૂનાઇટેડ ફોરમ ઑફ બેન્ક યુનિયને જણાવ્યું કે, 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીએ બેન્કોમાં હડતાળ રહેશે. સાથે જ માર્ચમાં 11,12,13 તારીખે પણ હડતળ રહેશે. બેન્ક યુનિયને એક એપ્રિલથી અનિશ્વિતકાલીન હડતાળ પર જવાની ઘોષણા કરી છે.

આ કારણે થઇ શકે છે હડતાળ

દિલ્હી પ્રદેશ બેન્ક કર્મચારી સંગઠનના મહાસચિવ અશ્વની રાણાએ જણાવ્યુ કે ઇન્ડિયન બેન્ક એસોસિએશને વેતનમાં 12.5 ટકા વદ્ધિ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે, જે મંજૂર નથી. તેથી દેશભરમાં તમામ સરકારી બેન્કોમાં કાર્યરત કર્મચારી હડતાળ પર ઉતરશે. તેનાથી બેન્કિંગ સેવાઓ પર અસર પડી શકે છે.

બેન્ક યુનિયનની આ છે માગ

બેન્ક યુનિયનોની માગ છે કે વેતનમાં ઓછામાં ઓછો 20 ટકાનો વધારો કરવામાં આવે.

બેન્કોમાં પાંચ દિવસના કાર્યદિવસ હોય.

બેસિક પેમાં સ્પેશિયલ ભથ્થાનો વિલય થાય.

એનપીએસને હટાવવામાં આવે.

પેન્શનનું અપડેશન હોય.

પરિવારને મળતા પેન્શનમાં સુધાર.

સ્ટાફ વેલફેર ફંડનું પરિચાલન લાભના આધારે ફાળવવુ

રિટાયર થવા પર મળતા લાભને આવકવેરામાં ન સમાવવા

શાખાઓમાં કાર્યના કલાક અને લંચ સમયની યોગ્ય વહેંચણી

અધિકારીઓ માટે બેન્કમાં કાર્યના કલાકોને નિયમિત બનાવવા

કોન્ટ્રાક્ટ અને બિઝનેસ કોરસ્પોન્ડેંટ માટે સમાન વેતન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *