Borasad Teacher News: બોરસદની ઈશ્વરપુરા પ્રાથમિક શાળાની એક શિક્ષિકાએ ધોરણ 5 ની વિદ્યાર્થીનીને વાંચતા ન આવડવા બદલ મારમારી (Borasad Teacher News) ઈજા પહોંચાડી હતી. આ કેસમાં કોર્ટે આરોપી શિક્ષિકાને કસુરવાર ઠેરવી 1 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે.
વિદ્યાર્થિનીને બરડાના ભાગે હાથથી ધબ્બા માર્યાં હતાં
બોરસદમાં 100 ફુટ રોડ પર આવેલ ભક્તિનંદન સોસાયટીમાં રહેતાં અને બોરસદ-પામોલ રોડ ઇશ્વરકૃપા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં સંગીતાબેન દિલીપભાઈ પઢીયારએ ગત તારીખ 12-3-2024 ના રોજ શાળામાં ધોરણ 5 ના વર્ગખંડમાં એક વિદ્યાર્થિનીને વાંચવા માટે ઉભી કરી હતી.
જોકે, આ વિદ્યાર્થિનીને વાંચતા ન આવડતા આ શિક્ષિકા સંગીતાબેન એકાએક ગુસ્સે ભરાયાં હતાં અને વિદ્યાર્થિનીને બરડાના ભાગે હાથથી ધબ્બા માર્યાં હતાં. જેથી વિદ્યાર્થિનીને બરડાના ભાગે ચાઠા પડી ગયાં હતા.
વાલીએ પોલીસમથકમાં નોંધાવી હતી ફરિયાદ
જે બાદ આ અંગે વિદ્યાર્થિનીની માતાએ બોરસદ ટાઉન પોલીસ મથકમાં ફરીયાદ આપી હતી. જેના આધારે પોલીસે ઈ.પી.કો કલમ 323,તથા જુવેનાઇલ એકટ 2016 ની કલમ 75 મુજબનો ગુનો નોંધી આરોપી શિક્ષિકા સંગીતાબેનની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે ચાર્જશીટ તૈયાર કરી, બોરસદ કોર્ટમાં દાખલ કરી હતી.
1 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો
આ કેસ બોરસદના એડિ.ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં ફરીયાદી પક્ષના સરકારી વકીલ એસ.એ.દવે એ રજુ કરેલાં 10 જેટલા મૌખિક અને દસ્તાવેજી પુરાવા તેમજ ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશે આરોપી શિક્ષિકા સંગીતાબેન દિલીપભાઈ પઢીયારને જયુવેનાઈલ જસ્ટીસ એકટ, 2016 ની કલમ-75 ના ગુનામાં કસુરવાર ઠેરવી 1 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે. તેમજ જો આ દંડ ભરવામાં આરોપી નિષ્ફળ જાય તો વધુ 2 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App