આપણા દેશ માં છોકરાઓ ની સંખ્યા ના પ્રમાણ ના છોકરીઓ ની અછત છે. લગ્ન સમયે પણ મહા મુસીબતે સારી છોકરી મળે છે. પણ આજે અમે તમને એક એવી જગ્યા વિષે જણાવીશું જે જગ્યા એ છોકરી ઓ નહિ પણ છોકરાઓ ની અછત છે. બ્રાઝીલના એક ગામમાં રહેતી સુંદર છોકરીઓ લગ્ન કરવા અને સંસાર વસાવવા માટે છોકરાને શોધે છે પણ મળતા નથી. સામાન્ય રીતે છોકરાઓ જ છોકરીઓની રાહ જોતા હોય છે ગામમાં ઉલ્ટું છે છોકરીઓને જોઈ રહી છે છોકરાઓ ની રાહ.
આ જગ્યા એ આવું શા માટે છે તેનું કારણ અમે તમને જણાવીશું. બ્રાઝીલનું નોઇવા દો કોરએડસે ગામ પહાડોની વચ્ચે રહેલુ એક સુંદર ગામ છે. આ જગ્યા ખુબ જ સુંદર છે. પ્રકૃતિ જ સુંદર દેખાય છે જેટલી સુંદર આ જગ્યા છે એટલી જ સુંદર અહી ની છોકરીઓ છે. પણ અહી આ છોકરાઓ ની અછત છે. અને એટલી અછત છે કે આ જગ્યા એ 20 થી 35 ની ઉમર ની હજારો છોકરીઓ લગ્ન માટે છોકરાઓની તલાસ કરી રહી છે.
ગામ માં છોકરાઓ તો હતા પણ મોટા ભાગના છોકરા શહેરમાં ચાલ્યા ગયા છે અને ગામને સમૃધ્ધ રાખવાની જવાબદારી મહિલાઓ પર જ છે. ગામ માં રહેતી દરેક છોકરીઓ ને લગ્ન કરવા છે તેઓ લગ્ન ના સપના તો જુએ છે પણ તેઓ તેમનું ગામ મુકવા માટે તૈયાર નથી અને આ કારણ ના લીધે જ તેઓ ના લગ્ન થતા નથી. તેઓ એવી ઈચ્છા રાખે છે કે છોકરાઓ એમની સાથે લગ્ન કરે અને તેમની સાથે એમના ગામ માં જ રહે.
આ ગામમાં બહુ ઓછી સંખ્યામાં પુરૂષો છે તેમાંના મોટા ભાગના પરણેલા છે અને જે કૂંવારા છે તે બહુ નાની ઉંમરના છે. એવું કહેવાય છે કે છોકરા અને છોકરીઓના જન્મદરના બહુ મોટા તફાવતને લીધે આ પરીસ્થિતિ સર્જાઇ છે. છોકરાની ઓછી સંખ્યાને લીધે અહી મહિલાઓનું જ રાજ ચાલે છે અને તે એટલા સુધી કે પુરૂષોને પણ મહિલાઓએ બનાવેલા નિયમો મુજબ રહેવું પડે છે. અને એવું લાગે છે એમની આવી શરતો ના લીધે તો આખી જિંદગી કુવારી જ રહેશે.