શું તમે પણ મુવી જોવાના શોખીન છો ? તો જાણો સરકાર બદલવા જઈ રહી છે આ નિયમો…

કેન્દ્ર સરકાર વસ્તુ તથા સેવા કર એટલે કે જીએસટી ની ચોરી પર લગામ લગાવવા માટે મલ્ટીપ્લેક્સ માટે ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ ફોર્મેટ કરવાનું વિચારી રહી છે. સરકારી…

કેન્દ્ર સરકાર વસ્તુ તથા સેવા કર એટલે કે જીએસટી ની ચોરી પર લગામ લગાવવા માટે મલ્ટીપ્લેક્સ માટે ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ ફોર્મેટ કરવાનું વિચારી રહી છે.

સરકારી અધિકારીઓનું કહેવું છે કે રજીસ્ટર મલ્ટિપ્લેક્સ એ ઇલેક્ટ્રોનિક રૂપથી એક ટેક્સ ઇન્વોઇસ રજૂ કરવો પડશે અને તેના દ્વારા દર્શાવવામાં આવેલી ઇલેક્ટ્રીક ટિકિટને ટેક્સ ઇન્વોઇસ માનવામાં આવશે. સરકાર આ પગલા ની સાથે જ સિનેપ્લેક્સ દ્વારા આપવામાં આવતી કલર ટિકિટ હવે ઈતિહાસ બની શકે છે.

ટેક્સ કન્સલ્ટન્સી અનુસાર પીવીઆર ની આગેવાનીવાળા મોટા ભાગના મલ્ટીપ્લેક્સ પહેલેથી જ દર્શકોને ઈ-ટિકિટ આપી રહ્યા છે.

હવે ધીમે ધીમે સિંગલ સ્ક્રીન થિયેટર પણ ઈ-ટિકિટ ની વ્યવસ્થા કરવાનો વિચાર હાથ ધરાયો છે. જીએસટી પરિષદના આ નિર્ણય સાથે જ મલ્ટિપ્લેક્સ બિઝનેસ થી કન્ઝ્યુમર બિઝનેસ માટે ઇલેક્ટ્રોનિક બિલ એક ટેસ્ટ કેસના રૂપમાં જોઇ શકાય છે., અત્યાર સુધી માત્ર બિઝનેસ ટુ બિઝનેસ ટ્રાન્ઝેક્શન માટે જરૂરી છે.

નિષ્ણાંતોના મતે થિયેટરમાં મોટાભાગના લોકો રોકડા આપીને જ ટિકિટ લે છે જેના કારણે જ ટ્રાન્ઝેક્શન નોંધાતા નથી અને ટેક્સ ચોરી થાય છે. આ બ્લેક મની નો મોટો સ્ત્રોત બની જાય છે.આ લૂપ હોલ ને પુરવા માટે સરકાર મલ્ટિપ્લેકસમાં ઇ-ટિકિટ ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવા તરફ જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *