વડોદરા(ગુજરાત): વડોદરામાં વૃદ્ધોની મદદ કરવા માટે “મારા દાદા-દાદી” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં જરૂરિયાતમંદ વૃદ્ધોને નિ:શુલ્ક ચા નાસ્તો અને એક ટાઈમ જમવાનું આપવામાં આવે છે. ગઈ કાલે પવિત્ર શ્રાવણ માસમાં શરુ કરાયેલા અભિયાનમાં વડોદરામાં નીરવભાઈ ઠક્કરના માર્ગદર્શન અંતર્ગત ટીમ કામ કરી રહી છે.
સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત વડોદરામાં વૃદ્ધોને દત્તક લઇ શકાય તેવી “મારા દાદા-દાદી” નામનું અભિયાન શ્રાવણ માસના પહેલા દિવસ એટલે કે તા. 9 ઓગસ્ટના 2021 થી શરુ કરવામાં આવ્યું છે. શ્રવણ સેવા ટીમ નિરવભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ કામ કરે છે.
શ્રવણ સેવા દ્વારા આ અભિયાન અંતર્ગત ટીમ યોગ્ય ચકાસણી કર્યા પછી જરૂરિયાતમંદ વૃદ્ધોની ઓળખ કરવામાં આવી છે. તેમાંથી તમામ વૃદ્ધોને સવારે ચા-નાસ્તો અને એક ટાઈમનું જમવાનું નિઃશુલ્ક આપવામાં આવે છે. તમે પણ જરૂરિયાતમંદ વૃદ્ધને જરૂરિયાત તમામ વસ્તુઓ પહોંચાડવા માટે અમારી સાથે જોડાઈ શકો છો. તેવી અપીલ પણ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.