ગોરખપુરથી અમદાવાદ મજૂરોને લઇ જતી બસ સામે અચાનક ગાય આવી જતા સર્જાયો અકસ્માત, 1 નું મોત 23 ઘાયલ

રાજસ્થાન: ભરતપુરના નેશનલ હાઇવે 21 પર ઝાલાટાલા વિસ્તારમાં મંગળવારે સવારે 45 મુસાફરોને લઇ જતી બસ પલટી ગઇ હતી. અકસ્માત બાદ સ્થળ પર બૂમાબૂમ મચી ગઈ…

રાજસ્થાન: ભરતપુરના નેશનલ હાઇવે 21 પર ઝાલાટાલા વિસ્તારમાં મંગળવારે સવારે 45 મુસાફરોને લઇ જતી બસ પલટી ગઇ હતી. અકસ્માત બાદ સ્થળ પર બૂમાબૂમ મચી ગઈ હતી. હાઇવે પર લાંબો જામ થયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ બસના દરવાજા અને બારીઓના કાચ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મુસાફરોને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં 1 નું મોત થયું હતું. જ્યારે 23 લોકો ઘાયલ થયા છે. માહિતી મળતા જ હલાઇના પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી હતી. ઘાયલોને તાત્કાલિક હલાઇના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીંથી 10 મુસાફરોની હાલત નાજુક હોવાથી તેમને ભરતપુર રીફર કરવામાં આવ્યા હતા.

મંગળવારે સવારે ગોરખપુરથી મજૂરોને લઈને બસ અમદાવાદ જઈ રહી હતી. ત્યારે અચાનક ઝાલાટાલા પાસે અચાનક એક ગાય બસની સામે આવી ગઈ હતી. જ્યારે ડ્રાઈવરે તેને બચાવવા માટે કાપ મુક્યો ત્યારે બસ બેકાબૂ થઈને પલટી ગઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લોકોએ ગેટ અને બારીના કાચ તોડીને બસમાંથી બધાને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ ક્રેન બોલાવીને બસને સીધી કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન એક યાત્રીનું મોત થયું હતું. તેની ઓળખ આધાર કાર્ડથી થઈ હતી, જે અલ્હાબાદનો રહેવાસી હતો.

બસમાં સવાર 10 મુસાફરોને ભરતપુરની આરબીએમ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આમાંથી મોટાભાગના લોકો ગોરખપુર, અલ્હાબાદ અને લખનઉના રહેવાસી છે. તે તમામ વેતન માટે જયપુર થઈને અમદાવાદ જઈ રહ્યા હતા. ઘાયલોમાં 17 પુરુષો, 2 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. આમાંથી બે મુસાફરો વિશે માહિતી મળી શકી નથી. તે જ સમયે, બસના અન્ય મુસાફરોને પણ નાની -મોટી ઇજાઓ થઇ હતી, જેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *