આર્દ્રા નક્ષત્ર વરસાદનું મુખ્ય નક્ષત્ર છે.
આ નક્ષત્ર દરમિયાન જો વરસાદ વરસે તો શરૂઆતના આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય અને શ્ર્લેષા આ ચાર નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના હોય છે. આવી જ રીતે જો મઘા નક્ષત્રમાં વરસાદ રહે તો નક્ષત્રો પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત નક્ષત્ર, ચિત્રા નક્ષત્ર અને સ્વાતિ નક્ષત્રમાં પણ વરસાદ અવશ્ય થશે.
આધુનિક હવામાન ભવિષ્યવક્તાઓને પડકાર આપનારા હવામાન વિજ્ઞાની કવિ ધાધ અને ભડ્ડરીની કહેવત અનુસાર આ વર્ષે ચોમાસામાં અનિશ્ચિત-અનિયંત્રિત વરસાદ પડશે : હાલમાં જ્યાં-જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં-ત્યાં ચોમાસા દરમિયાન મેઘમહેર યથાવત રહેશે
સત્તાવીસ નક્ષત્રોમાનો એક નક્ષત્ર આર્દ્રા છે. આર્દ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થતાં દેશના બધા ખેડૂતો પોતાના ખેતરનાં ઓજારોની સાથે તેની પૂજા કરે છે અને ત્યારબાદ વાવણી કરવાનું શરૂ કરે છે. આર્દ્રા એકમાત્ર એવો નક્ષત્ર છે જેની ખેડૂતો પૂજા કરે છે. આર્દ્રા શબ્દથી ખબર પડે છે કે આ વર્ષાઋતુનું નક્ષત્ર છે.
‘આદ્ર’નો અર્થ થાય છે – ભીનું અથવા ભેજવાળું. અંગ્રેજીમાં તેને વેટ, વાટરી કે હ્યુમીડ કહે છે. આર્દ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થાય એ પહેલાં ચોમાસું બેસવું તેને સારી નિશાની માનવામાં આવતી નથી. આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશતા પહેલા સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં હોય છે. પ્રાચીન માન્યતા એવી છે કે મૃગશીર્ષ નક્ષત્રમાં કુદરત અને પૃથ્વી તપે તો વરસાદ સારો થવાની સંભાવના હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news