ગુજરાત રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે અને સારો એવો વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ત્યારે હવે સારા એવા વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી બે દિવસ ખુબ જ સારો વરસાદ પડી શકે છે અને સાથે સાથે આગાહી કરતા જણાવ્યું છે કે 4 ઓગસ્ટ બાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ જોવા જઈએ તો સાઉથ વેસ્ટ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ પર લો પ્રેશર સર્જાયુ છે. જેથી ગુજરાતમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જો કે ચાર ઓગસ્ટ બાદ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બે દિવસ સામાન્ય વરસાદ રહેવાની આગાહી બાદ હવામાન વિભાગે અત્યાર સુધી પડેલા વિવિધ વિસ્તારના વરસાદના આંકડા પણ રજૂ કર્યા છે. જેમાં હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ જરૂરિયાત કરતાં 36% વરસાદની ઘટ હોવાનો દાવો કર્યો છે. જોકે આગામી સમયમાં ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વધુ પડતા વરસાદની શક્યતાઓ સેવાઇ રહી છે.
ખેડૂતો માટે હજુ સુધી ચોમાસું સારું ફળ્યું છે. જો વરસાદ સમયસર અને સારો ન પડે તો આવનાર સમયમાં ખેડૂતોની ચિંતા વધી શકે છે. હાલ તો હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે જેથી ખેડૂતોને ખુબ ફાયદો થશે અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.