ડુમસના દરિયાકિનારે ગરબાના તાલે ઝૂમ્યા સુરતીઓ- ભાન ભૂલી ઉડાવ્યાં સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા

સુરત(ગુજરાત): થોડો દિવસો અગાઉ જ સુરતના ડુમસ દરિયા કિનારે લોકોને વીક એન્ડમાં ફરવા માટે પરમિશન મળી હતી. કોરોનાના કારણે બંધ રહેલો દરિયાકિનારો પ્રવાસીઓ માટે ખુલતા જ મોટી સંખ્યામાં લોકો ફરવા માટે પહોંચી રહ્યાં છે. ત્યારે અમૂક લોકો ડુમસ ગ્રુપમાં પહોંચીને કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા ઉડાવતા જોવા મળી રહ્યાં છે.

વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં ડુમસના દરિયા કિનારે એક ગરબાના ગ્રુપે માસ્ક વગર કે ચોક્કસ અંતર જાળવ્યાં વગર જ બોલીવૂડના ફિલ્મી ગીતો પર વેસ્ટર્ન ગરબા કરીને કોરોના નિયમોનો ભંગ કર્યો હતો. ડુમસ પોલીસે જણાવ્યું હતું કે, વાઈરલ થઈ રહેલા વીડિયો અંગે તપાસ કરી પગલાં લેવામાં આવશે.

સ્થાનિકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે, ગરબાનો વાઇરલ આ વીડિયો એ ખૂબ જ દુઃખની વાત છે. જવાબદાર અને સમજદાર વ્યક્તિઓ જ જો આવી ભૂલ કરી સોશિયલ ડિસ્ટન્સિંગ વગર ગરબા રમી રહ્યા છે. એ પણ જાહેરમાં બીચ ઉપર એ દુઃખની વાત છે. જોકે આ એક તપાસનો વિષય બની ગયો છે. ચોક્કસ પોલીસ અને પાલિકાએ વીડિયોની તપાસ કરી આ પ્રકારનું કરનાર પર પગલાં લેવા જોઈએ.

ડુમસ પીઆઇના જણાવ્યા અનુસાર, મારા ધ્યાન પર નથી. વીડિયો ચેક કરીને તપાસ શરુ કરવામાં આવશે. જો ડુમસ બીચ પર આવા કોઈ ગરબા રમી નિયમો તોડવામાં આવ્યા હશે, તો ચોક્કસ તે ગ્રૂપને શોધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *