Navasari Girl Hotel Death: આજકાલના પ્રેમી પંખીડા તથા માતાપિતા માટે નવસારીથી ચેતવતો કિસ્સો સામે આવ્યો છે. 23 વર્ષીય યુવતીનું નવસારીની હોટેલમાં તેના બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાદ વધારે માત્રામાં લોહી વહી જવાને કારણે મૃત્યુ થયું છે. ફોરેન્સિક રિપોર્ટમાં (Navasari Girl Hotel Death) એવું જણાવવામાં આવ્યું હતું કે, મૃતકના યોનિમાર્ગમાં ઈજાઓ થઈ હતી. નવસારીની કોલેજમાં ભણતી યુવતી કોલેજ જવાનું કહીને એક યુવાન સાથે નવસારીની હોટેલમાં ગયા હતા. હાલ આ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે.
હોટલમાં બાંધ્યા શરીર સંબંધ
ચીખલી તાલુકામાં રહેતી કોલેજીયન યુવતી અને યુવકે નવસારીની એક હોટેલમાં શરીર સંબંધ બાંધ્યા હતા. શરીરસુખ સમયે યુવતીને શરીરમાં આંતરિક ઈજા થઈ હતી. જેના કારણે વધારે પ્રમાણમાં લોહી વહેવા લાગ્યું હતું. લોહી બંધ ન થતાં સારવાર માટે તેને પહેલા ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. નવસારીમાં પોસ્ટમોર્ટમ બાદ યુવતીના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
પિતાને જાણ થતા તેઓ ચોકી ગયા
ચીખલીની યુવતી સવારે 9 વાગ્યે કોલેજ માટે જાઉં છું તેમ કહી ઘરેથી નીકળી હતી. જે બાદ તે કોલેજ ગઈ નહોતી. યુવતી તેના બોયફ્રેન્ડ સાથે નવસારીની એક હોટેલમાં ગઈ હતી. ત્યારબાદ યુવતીનું મોત થયું હતું. યુવતીના જ મોબાઈલ પરથી અજાણ્યાએ તેણીના પિતાને આ વાતની જાણ કરી હતી. ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે, ‘‘તમારી દીકરી સિવિલ હોસ્પિટલમાં છે.’’ પિતાએ કહ્યું કે, ‘‘મારી દીકરી ચીખલી કોલેજમાં ગઈ છે.’’ જે બાદ અજાણ્યાએ કહ્યું હતું કે, ‘‘તમે તાત્કાલિક નવસારી સિવિલ પહોંચો.’’ પિતાએ નવસારી સિવિલમાં જઈ જોયું તો દીકરીનો મૃતદેહ સ્ટ્રેચર પર પડ્યો હતો.જે જોઈને તેના પિતા હચમચી ગયા હતા.
મિત્રને બોલાવીને યુવાન યુવતીને હોસ્પિટલમાં લઇ ગયો
પિતાએ આ અંગે પોલીસને જાણવા જેવી ફરિયાદ કરી હતી. પોલીસે તપાસમાં કંપાવી નાખે તેવી બહાર આવી હતી. યુવતી તેના બોયફ્રેન્ડ સાથે હોટેલમાં ગઈ હતી. હોટેલના રૂમમાં બંનેએ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ અચાનક યુવતીને રક્તસ્ત્રાવ શરૂ થયો હતો તે બંધ થતો નહોતો.
એટલે ત્યારે જે મગજમાં આવ્યા તેવા ઉપાયો કર્યા હતા. જે બાદ યુવકે તેના મિત્રને જાણ કરતા મિત્ર નવસારી આવ્યો હતો. આ લોકો યુવતીને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ખાનગી હોસ્પિટલમાં તબીબોએ તપાસ કરી હતી. પરંતુ કેસ ગંભીર હોવાની સાથે શંકાસ્પદ લાગતા તેમણે સિવિલમાં મોકલી દીધા હતા. એટલે બંને યુવકો યુવતીને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App