સૌથી મોટી સોનાની તસ્કરીનો પર્દાફાશ- આવી રીતે 32 કિલો સોનું ઝડપાયું

અમુક સમયાંતરે વિદેશથી ગેરકાયેદસર રીતે આપણા દેશમાં લાવવામાં આવતું સોનું પકડાય છે. સોનાને ચોરીને લાવનાર પણ તેની માટે ઘણી જાતનાં પેંતરા અજમાવતા હોય છે. આવી જ એક ઘટના રાજસ્થાનનું પાટનગર જયપુરમાંથી સામે આવી છે. જ્યારે જયપુરનાં એરપોર્ટ પરથી ત્યાંના અધિકારીઓએ 32 કિલોનું સોનું પકડી પાડ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આ સોનાને ઈમરજન્સી લાઈટ માટેની બેટરીમાં છુપાવીને લાવવામાં આવતું હતું.

આ સોનાની કિંમત અંદાજે રૂ. 16 કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કિંમતના હિસાબ પરથી જયપુરની આ આજ સુધીની સૌથી મોટી સોનાની દાણચોરી થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. રિપોર્ટ મુજબ કસ્ટમ વિભાગ દ્વારા આ સોનાની સૌથી મોટી દાણચોરીનો પર્દાફાશ થયો છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ તેની ચોરી માટે એક મોટી યોજના ઘડવામાં આવી હતી. આ સોનાને દુબઈ થી ભારત લાવવામાં આવતું હતું. તેની માટે ચોરે 3 ફ્લાઈટની મદદ લીધી હતી. કસ્ટમ વિભાગ દ્વારા કુલ 14 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓ કાર્યવાહી કરી રહ્યા છે કે, આટલી મોટી સંખ્યામાં સોનું કોણે મંગાવ્યું હતું. તે અંગે પણ તપાસની શરૂઆત કરી દેવામાં આવી છે.

હાલમાં ચાલી રહેલ લોકડાઉનને કારણે ઈન્ટરનેશનલ ફ્લાઈટો પણ બંધ કરવામાં આવેલ છે, તેથી જયપુર સુધી આ સોનું કેવી રીતે આવ્યું તે અંગેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. કસ્ટમ વિભાગ દ્વારા આ કેસમાં ઘણાં લોકોની પૂછપરછ કરવામાં આવી છે. પરંતુ, ચોરી માટે જે યોજનાનો ઉપયોગ કરવામાં આવ્યો, એની ચર્ચા જયપુરમાં સર્વત્ર થઈ રહી છે. જયપુરમાં વહેલી સવારે એરપોર્ટ પર ખાસ એક વૉચ ગોઠવવામાં આવી હતી, ત્યારે આ સોનું પકડાયું હતું. કસ્ટમ વિભાગ દ્વારા શંકાસ્પદ હોય એવાં કુલ 12 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. આ ઘટનાની પાછળ સપ્લાયર્સ કોણ છે, તેની પણ કાર્યવાહી ચાલુ કરી દેવામાં આવી છે.

આની પહેલા પણ ઈન્દોરના અહલ્યાબાઈ હોલ્કર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મિક્સર ગ્રાઈન્ડરના ભાગમાં સોનું છુપાવીને દુબઈ થી ભારત લાવવામાં આવતું હતું. ગ્રાઈન્ડરના નીચેના ભાગ પર આ સોનાને છુપાવવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી માસમાં આ કિસ્સો બન્યો હતો. જ્યારે ઈન્દોર-દુબઈ વચ્ચેની ફ્લાઈટની શરૂઆત થતા 3 વખત સોનાની દાણચોરી પકડાઈ હતી. કસ્ટમના અધિકારીઓ દ્વારા કુલ 3 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. એર ઈન્ડિયાની ફ્લાઈટમાં આ સોનું લાવવામાં આવતું હતું. એરપોર્ટ પરની ચેકિંગ દરમિયાન આ વસ્તુ મળી આવતાની સાથે જ ટીમ દોડતી થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *