ગુજરાત(Gujarat): રાજ્યનું રાજકારણ સતત ગરમાયેલું રહે છે. ત્યારે ખોડલધામ(Khodaldham)ના ચેરમેન નરેશ પટેલ(Naresh Patel) કોંગ્રેસ(Congress)માં જોડાવવાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે ચુંટણી પહેલા છેલ્લા કેટલા સમયથી નરેશ પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી પાક્કી છે તેવું સૂત્ર તરફથી જાણવા મળી રહ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે રાજકોટ ખોડલધામ પ્રવક્તા હસમુખ લુણાગરિયા(Hasmukh Lunagariya)એ સૌથી મોટું નિવેદન આપ્યું છે, અને કહ્યું છે કે, હાલમાં નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની વાત તદન ખોટી છે.
રાજકીય નેતાઓ પોત પોતાની રીતે નિવેદન આપતા હોય છે- હસમુખ લુણાગરિયા
ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, નરેશ પટેલ હાલમાં કોઈ પાર્ટી સાથે જોડાયા નથી અને તેમજ હાલ તેઓ કોંગ્રેસમાં જોડાવાની વાત પણ તદન ખોટી છે. આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા કેટલાક રાજકીય નેતાઓ અને આગેવાનો પોત પોતાની રીતે પોતાનું સ્ટેટમેંટ આપતાં હોય છે.
ઘણા દિવસથી પ્રશાંત કિશોરની હતી ચર્ચા:
થોડા દિવસ અગાઉ જ એવા સમાચાર સામે આવ્યા હતા કે, પ્રશાંત કિશોરને ગુજરાતમાં કોંગ્રેસનું કેમ્પેન કરવાની ઈચ્છા છે. તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે પણ બેઠક કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસમાં એક પછી એક અનેક બેઠકો પછી અંતે રાહુલ ગાંધીએ પ્રશાંત કિશોરને ગુજરાત પ્રચારની કમાન સોંપવાનો નિર્ણય ફાઇનલ કરવામાં આવ્યો હોય તેવી માહિતી સૂત્ર તરફથી મળી હતી. ખાસ વાત તો એ છે કે પ્રશાંત કિશોરની ગુજરાત કોંગ્રેસમાં એન્ટ્રીથી નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જ જશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
નરેશ પટેલ અને રાહુલ ગાંધીની ફોન પર થઇ વાતચીત:
સુત્રોના અનુસાર, નરેશ પટેલ અને પ્રશાંત કિશોરને લઈને દિલ્હીમાં અનેક બેઠકો બાદ આખરે બંને કોંગ્રેસમાં આવી રહ્યા છે ત્યારે જાણવા મળે છે કે મંગળવારે રાહુલ ગાંધી અને નરેશ પટેલ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી તેવી માહિતી સામે આવી હતી. જેમાં નરેશ પટેલે પોતાની શરતો અને ઈચ્છાઓ વ્યક્ત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.