અકસ્માત (accident)ની વધતી જતી ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. ભોપાલ (Bhopal)માં એક ઝડપી ટ્રકે(Truck) બાઇક(bike) સવારને પાછળથી ટક્કર મારી હતી. બાઇક રેલિંગમાં ફસાઈ ગઈ, જ્યારે યુવક લગભગ 20 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો હતો. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, આ ઘટના ટ્રાન્સપોર્ટ નગરના નવા બાયપાસ પર બની હતી. જેમાં બિલકરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ડાંગરૌલી જમુનીયાકલા ખાતે રહેતા વિનોદ વિશ્વકર્મા ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા મંગળવારે રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
સંબંધીઓએ જણાવ્યું કે, રવિવારે ટ્રાન્સપોર્ટ નગર પાસે થયેલા અકસ્માતમાં બાઇક સવાર વિનોદ ગંભીર રીતે ઘાયલ થયો હતો. પાછળથી એક મોટી કાર અથડાઈ, જે પછી બાઈક બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ. કાર રેલિંગમાં ફસાઈ ગઈ હતી, પરંતુ બાઇક સવાર 20 ફૂટ નીચે ખાડામાં પડી ગયો હતો. ઘટના દરમિયાન નજીકમાં કેટલાક નાના બાળકો હાજર હતા, જેમણે અન્ય લોકોને આ માહિતી આપી અને પછી પોલીસની મદદથી ઘાયલને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જાણવા મળ્યું છે કે, ફર્નિચરનું કામ કરતો વિનોદ પરિવારમાં સૌથી મોટો હતો. તેઓએ થોડા વર્ષો પહેલા લગ્ન કર્યા હતા અને તેમને 2 બાળકો છે, જેમની ઉંમર 12 વર્ષ અને 8 વર્ષ છે. ઘરનો આખો ખર્ચ તેમના ખભા પર હતો. પરિવારમાં તેના માતા-પિતા ઉપરાંત બે ભાઈઓ પણ છે. પિતા ખેતી કરે છે અને ભાઈ ભણે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.