ભાજપ સરકાર ખેડૂતોનું સિંચાઈનું પાણી ચોરી રહી છે- AAP નેતા સાગર રબારી

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP) ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા(Manoj Sorathiya)ની હાજરીમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારી(Sagar Rabari) એ મીડિયાને સંબોધિત કરતા કહ્યુ કે, ગુજરાતમાં ભાજપ(BJP) સરકાર પાણીની ચોરી કરી રહી છે. ખેડૂતોના ભાગનું પાણી ચોરાય છે, ભાજપ સરકારે પાણીચોરી ને શોધવાની જરૂર છે. ડેમ માં પાણી હોવા છતાંય ખેડૂતોના પાક સુકાઈ જાય છે, આ એક ગંભીર મુદ્દો છે જેના પર ભાજપ સરકારે ધ્યાન આપવાની જરૂર છે.

હાલ વરસાદ ખેંચાયો છે એટલે ખેડૂતો વાવેતર માટે નર્મદાનું પાણી મળે એની રાહ જોઈને ઊંચા જીવે બેઠા છે. બીજી બાજુ, ડેમમાં પાણી ઓછું હોવાનું કહીને ગયા ઉનાળે વાવેતર માટે સરકારે પાણી આપવાનું બંધ કરી દીધું હતું. ખરેખર, ખેડૂતોને પાણી આપવાનું બંધ કર્યા પછીથી લઇ, ગઈ કાલ સુધી નર્મદા ડેમમાં પાણીની સ્થતિ વિષે આંકડા શું કહે છે? તેના વિશે સાગર રબારીએ આંકાડાઓ સાથે માહિતી આપી હતી.

સાગર રબારીએ પાણીચોરીના મુદ્દે વધુ સ્પષ્ટતા આપતા જણાવ્યું કે, ભાજપ સરકાર દ્વારા નાટ્યાત્મક રીતે સિંચાઈ માટે પાણીના આપતા વેબસાઈટ પર જે આંકડો છેલ્લે બતાવે છે તેમાં 22 જૂન સુધી 527 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો બચ્યો છે. નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની વેબસાઈટના આંકડાઓ અનુસાર, ખેડૂતો માટે પાણી બંધ કર્યા પછી ડેમની સપાટી વધતી જ રહી છે. સહુથી વધારે પાણીની સપાટી તા. 1-5-2022ના રોજ 120.98 મીટર હતી, ડેમમાં પાણીનો જથ્થો 1,396 મિલિયન ક્યુબિક મીટર, એટલે કે 11,31,755 એકર ફૂટ હતો.

આ પરથી સ્પષ્ટ થાય છે કે, પાણીના જથ્થામાં જે ઘટાડો થયો છે તે પીવાના પાણીનો ઘટાડો નથી. ગુજરાતના લોકો માટે, આખા વર્ષ દરમ્યાન પીવા માટે પાણીનો જે જથ્થો યોજનામાં ફાળવવામાં આવ્યો છે તે છે 0.86 મિલિયન એકર ફૂટ, એટલે કે 8,60,000 એકર ફૂટ. પરંતુ પીવાના પાણીમાં તેજી મંદી આવતી નથી એ તો દરરોજ એક સરખું જ પાણી જોઈએ છે.

ડેમમાં સહુથી વધારે જથ્થો તા. 1-5-2022ના રોજ કુલ 11,31,755 એકર ફૂટ હતો. ત્યારથી લઈને 22-2-2020 સુધીના 73 દિવસમાં કુલ 869 મિલિયન ક્યુબિક મીટર એટલે કે 7,04,509 એકર ફૂટ પાણી વપરાઈ ગયું. આખા વર્ષની પીવાના પાણીની જરૂરિયાત 8,60,000 એકર ફૂટ માંથી 7,04,509 એકર ફૂટ પાણી માત્ર 73 દિવસમાં જ વપરાઈ ગયું.

સાગર રબારી એ આગળ કહ્યું કે, વર્ષના 365 દિવસના કુલ જથ્થાના 81.91 % પાણી માત્ર 73 દિવસમાં વપરાયું! આ શક્ય નથી. એટલે જ કહું છું કે ગુજરાત સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમ મેળાપીપણામાં ખેડૂતોનું પાણી ચોરે છે. જો શાહુકાર હોય તો 73 દિવસમાં 869 મિલિયન ક્યુબિક મીટર, 7,04,509 એકર ફૂટ પાણી કોને આપ્યું તેનો હિસાબ આપે. જો ભાજપ સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમ ની નિયત સાફ હોય, તેમને કોઈ પણ પ્રકારની પાણીચોરી ન કરી હોય તો ખેડૂતો અને ગુજરાતની દરેક જનતાને નર્મદાના પાણીનો હિસાબ આપે. જો ભાજપ સરકાર નર્મદાના પાણીનો હિસાબ જાહેર નહિ જ કરે, આંકડા સંતાડશે અને નર્મદાના પાણીનો સંતોષકારક હિસાબ ન આપી શકે તો ગુજરાતના ખેડૂતો ચીસો પાડી પાડીને કહેશે કે “સરકાર પાણી ચોર છે.”

દર વર્ષે, દર ઉનાળે ભાજપ સરકાર પાણીની અછતનું બહાનું ખેડૂતો આગળ ધરે છે. તેમાં તે કેટલીક બાબતો ની સ્પષ્ટતા કરે તે માટે અમે ગુજરાત ની ભાજપ સરકાર ને એક ખુલ્લો પત્ર મીડિયા ના માધ્યમ થી પાઠવવાના છીએ. ખેડૂતો વતી અમારા ભાજપ સરકાર ને મુખ્યો સવાલો છે. એમાં, જો ભાજપ સરકાર એવો ખુલાસો કરે કે જયારે પાણી ફાળવાયું ત્યારે વસ્તી ઓછી હતી અને અત્યારે વસ્તી વધી છે તો મારી ભાજપ સરકાર ને સીધી સલાહ છે કે તમે નર્મદા નો પ્રોજેક્ટ રિપોર્ટ વાંચી લો. એમાં ગુજરાતની ભવિષ્યની પાણી પીવાની અને ઔદ્યોગિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ફાળવણી કરવામાં આવી હતી એટલે ભાજપ સરકારનું આ બહાનું ચાલશે નહિ. સાગર રબારી એ ભાજપ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, હા એમાં એ વાત હોય શકે કે શાંતિગ્રામ અને ગિફ્ટ સીટી માટે પાણી ફાળવાયું ન હતું.

ભાજપ સરકારથી અમારા સવાલો છે કે, તમે નર્મદા કંટ્રોલ ઓથોરિટી ની જેમ તમારા પાણી નો હિસાબ ઓનલાઇન શા માટે નથી મુકતા? તમારો વાર્ષિક અહેવાલ જે દર વર્ષે સરકારી એજન્સીએ બાર પાડવો જ પડે તે 2018-19 થી કેમ નથી મુકાયો? અને આ જે 73 દિવસમાં 7,04,509 એકર ફૂટ પાણી વપરાઈ ગયું છે, તેનો હિસાબ સરકાર ખેડૂતોને આપે? સરકાર હવે જે માત્રામાં પીવાનું પાણી વાપરે છે તેની જાણ નર્મદા કંટ્રોલ ઓથોરિટી ને છે? શું તે પાણીના જથ્થાનો ઠરાવ કરેલો છે? ખેડૂતો સાથે છેતરપિંડી કરવા જે વૉટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે તે દરિયા કિનારા ના ઉદ્યોગપતિઓ ને પણ પૂરતા પ્રમાણ માં પાણી પૂરું પાડે છે તે કેટલું પાણી આપવામાં છે? જો ભાજપ સરકાર ખેડૂતોને આ સવાલોના જવાબ નહિ આપે તો તેનો એક જ મતલબ થશે કે સરકાર એ પોતે જ પાણી ચોર છે.

ભાજપ સરકાર થી તેમના સવાલો ની યાદી ચાલુ રાખતા સાગર રબારી એ પૂછ્યું કે, ભાજપ સરકાર ચૂંટણી વખતે ગુજરાતના ‘કલ્પસર’ પ્રોજેક્ટ નું ભુમીપુજન કરે છે. પહેલા પણ ત્રણ વખત કરી ચુકી છે. દર વાર્ષિક બજેટ માં નર્મદા અને કલ્પસર માટે અલગ થી બજેટ ફાળવાય છે, ગુજરાત સરકાર માં કલ્પસર પ્રોજેક્ટ માટે અલગ થી એક વિભાગ છે. પરંતુ કલ્પસર પ્રોજેક્ટ ગુજરાતમાં કેટલે પહોંચ્યો છે ? તેની દરેક માહિતી ખેડૂતોને આપવામાં આવે. ભાજપ સરકારની કથની અને કરનીમાં બઉ અંતર છે. તે ખેડૂતોનું સિંચાઈનું પાણી ચોરી રહી છે. અને ખેડૂતોને મારી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *