AAP એ વીજળી મુદ્દે લોકસમર્થન મેળવવા વેબસાઇટ લોન્ચ કરી, જાણો જનતાને શું મળશે લાભ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના ફ્રી વીજળી આંદોલનને ગઈકાલે 11 દિવસ થઈ રહ્યા છે. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા આ વીજળી આંદોલનમાં સમગ્ર ગુજરાતની જનતાએ ભાગ…

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના ફ્રી વીજળી આંદોલનને ગઈકાલે 11 દિવસ થઈ રહ્યા છે. છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા આ વીજળી આંદોલનમાં સમગ્ર ગુજરાતની જનતાએ ભાગ લીધો છે. આમ આદમી પાર્ટીના કહ્યું છે કે, ગુજરાતની જનતા હવે ભ્રષ્ટ ભાજપ(BJP) અને ખાનગી કંપનીઓની મિલીભગત સમજી ચૂકી છે અને તેથી જ આમ આદમી પાર્ટીના આ ફ્રી વીજળી આંદોલનને લોકો દિલથી સાથ અને સમર્થન આપી રહ્યા છે. આમ આદમી પાર્ટીનું ફ્રી વીજળી આંદોલન સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા, તાલુકા અને ગામડાઓમાં પુરા જોરશોર અને જોશથી ચાલી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં આંદોલન બન્યું વેગવંતુ:
જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદના નારણપુરા, ન્યૂ રાણીપ અને નવાવાડજ, સુરતના ઓલપાડ, વરાછા અને કરંજ તથા ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, વડોદરા, ભરૂચ, ભાવનગર અને રાજકોટ સાથે ગુજરાતના અન્ય શહેરોમાં પદયાત્રા, મશાલ યાત્રા, સાયકલ યાત્રા અને ટોર્ચ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું  હતું.

જેમાં આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ છેલ્લા અગિયાર દિવસથી હજારો લોકોનો જનસંપર્ક કરીને તેમને જાગૃત કરવામાં સફળ થઇ છે અને હવે ગુજરાત ના લોકો પણ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને વીજળી ફ્રી કરવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. ગુજરાતમાં હવે પરિવર્તન દૂર નથી તેવું આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું.

આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે, ગુજરાતની જનતાને આ મોંઘી વીજળીથી મુક્ત કરવા માટે AAP આ ફ્રી વીજળી આંદોલન ચલાવી રહી છે. મફત વીજળી એ જનતાનો અધિકાર છે. પરંતુ ભાજપ સરકાર દ્વારા દેશની સૌથી મોંઘી વીજળી વેચીને ગુજરાતની જનતા સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

પરંતુ હવે AAP ગુજરાતની જનતાને હક અપાવવા માટે દિવસ-રાત મહેનત કરી રહી છે અને જનતાનો પણ સાથ મળી રહ્યો છે. આ કારણોસર, ફ્રી વીજળી આંદોલન સમગ્ર ગુજરાતમાં ઝડપથી વેગવંતુ બન્યું છે.

AAP એ વીજળી મુદ્દે લોકસમર્થન મેળવવા વેબસાઇટ લોન્ચ કરી:
આમ આદમી પાર્ટી દ્વારા આ ફ્રી વીજળી આંદોલન લોકોમાં વેગવંતુ બનાવવા માટે એક વેબસાઈટ પણ શરૂ કરી દેવામાં આવી છે, જેના પર અઢળક લોકો નોંધણી કરાવી રહ્યા છે અને આ મફત વીજળી આંદોલનને સમર્થન આપી રહ્યા છે.

આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે, લોકો આ https://gujaratvijdikranti.com/ વેબસાઈટની મુલાકાત લઈને તેમનું સમર્થન વ્યક્ત કરી શકે છે. ફક્ત આટલું જ નહિ પરંતુ આમ આદમી પાર્ટીએ એક નંબર પણ જાહેર કર્યો છે. 97002 97002, આ નંબર પર મિસ કોલ કરીને લોકો ફ્રી વીજળી આંદોલનને સમર્થન આપી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *