હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. ઉત્તરપ્રદેશનાં બલિયા જિલ્લામાં આવેલ બૈરીયા પ્રદેશનાં ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્રસિંહે તાજમહેલ અંગે મોટો દાવો કર્યો છે. ત્યારબાદ હવે રાજનીતિ તીવ્ર બની શકે છે. આપને જણાવી દઇએ કે, ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે દાવો કર્યો છે કે, તાજમહેલનું નામ બદલીને ટૂંક જ સમયમાં રામમહેલ થઇ જશે.
મીડિયાની સાથે વાતચીત કરતા સુરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, યોગીરાજમાં તાજમહેલ ટૂંક જ સમયમાં રામમહેલમાં રૂપાંતરિત થશે. તેમણે જણાવ્યું હતું કે, તાજમહેલ એ સૌપ્રથમ શિવ મંદિર હતું. સુરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ભગવાનની ઇચ્છા હશે તો તમને ખુબ ઝડપથી સમાચાર મળશે કે, તાજમહેલ હવે રામમહેલ અથવા શિવમહલ બની ગયો છે.
મુસ્લિમ હુમલો કરનાર ભારતીય સંસ્કૃતિનો વિનાશ કરવા માટે તમામ સંભવિત રીતનો ઉપયોગ કરતા હતા પણ હવે ઉત્તરપ્રદેશમાં શિવાજીનાં વંશ તરીકે સુવર્ણ સમય આવી ગયો છે. આ હવે બદલાશે. તે શિવ મંદિર હતું તેમજ તાજમહેલ ફરીથી રાષ્ટ્રીય ધરોહર અથવા તો રામ મંદિર બની જશે.
આની સાથે જ કહ્યું હતું કે, તેને રામ મંદિરમાં બદલવામાં આવશે તથા તેનું નામ પણ બદલવામાં આવશે. યોગીજીનાં કારણે તે બદલાશે. વધુમાં ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્રસિંહે મીડિયાની સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, યોગીજી ઉત્તરપ્રદેશમાં શિવાજીનાં વંશજ તરીકે આવ્યા છે.
ગોરખનાથજીએ શિવાજીનાં રૂપમાં યોગીજીને જન્મ આપ્યો છે. તેમણે જણાવ્યું કહ્યું કે, તાજમહેલ સૌપ્રથમ શિવ મંદિર હતું, તાજમહલને રાજમહેલ બનાવવામાં આવશે તેમજ તેનું નામ પણ બદલી દેવામાં આવશે. બંગાળ વિધાનસભાની ચૂંટણી વિશે બોલતા ભાજપનાં ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ જણાવે છે કે, જો બંગાળને બચાવવું હોય તો બંગાળની જનતાએ મમતાને છોડી દેવી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle