ગુજરાત(Gujarat): રાજ્યમાં આમ આદમી પાર્ટી(AAP) વિધાનસભા ચૂંટણીને લઈને જોરશોરથી તૈયારી કરી રહી છે. AAPનો એજેન્ડા દિલ્હી સરકાર(Delhi Government)ના થયેલા કાર્યોને બધે દર્શાવવાનો છે અને હવે તે ગુજરાતના વિકાસ મોડેલ સાથે સરખામણી કરીને આમ આદમી પાર્ટી ભાજપ(BJP) સરકારને ભીંસમાં લઈ રહી છે. જેને કારણે ધુંઆપુંઆ થયેલા ગુજરાત ભાજપના એક-બે નહીં, પૂરા 17 નેતાઓ દિલ્હીનો વિકાસ જોવા માટે ગયા હતા.
પરંતુ અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલા વિકાસમાં કાઈ ખામી ન મળતા અંતે ભાજપના નેતાઓ દિલ્હી જઈને ડેલી એ હાથ દઈ આવ્યા જેવો ઘાટ દેખાઈ રહ્યો છે. કારણ કે, કોઈ કશું બોલતું જ નથી. ત્યાં દિલ્હીના AAP મોડેલની ખામીઓ છતી કરવામાં ભાજપ નિષ્ફળ રહી હતી એટલે ભાજપને અંતે દિલ્હીમાં થયેલો વિકાસ જોઇને જ પરત ફરવું પડ્યું હતું.
આ મુદ્દે આપ નેતા ઇસુદાન ગઢવીને જણાવતા કહ્યું હતું કે, “અરવિંદ કેજરિવાલ દેશના એકમાત્ર મુખ્યમંત્રી છે કે જેઓ જ્યારે લોકો પાસે વોટ માંગવા જાય છે ત્યારે છાતી ઠોકીને કહે છે કે, “જો અમે કામ કર્યું હોય તો જ અમને વોટ આપજો, નહિતર ન આપતા.” અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી કામની રાજનીતિ કરે છે, અન્ય ફાલતુ મુદ્દાઓની નહિ. જેના પરિણામે આજે દિલ્લી-પંજાબમાં લોકોને એમના જ ટેક્સના વળતરમાં મફત વીજળી, વર્લ્ડકલાસ સરકારી શાળાઓ, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે જેવી સુવિધાઓ અને હક મળે છે.
ગુજરાતમાં અઢી દાયકાથી વધુ રાજ કરતા આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ કેજરીવાલના કામોમાં ખામી શોધવા દિલ્લી ગયા, પણ કાંઈ ખામી ના મળતા વીલા મોઢે પાછા આવ્યા. શુ આ ભ્રષ્ટ ભાજપ ગુજરાતમાં દાવા કરી શકે છે કે, જો અમે કામ કર્યું હોય તો જ વોટ આપજો?
વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, અઢી દાયકાથી વધુના ભાજપ રાજમાં તમને તમારા ટેક્સના રૂપિયે દિલ્લી જેવી સુવિધાઓ આજ સુધી મળી? એક બાજુ ગુજરાતની તિજોરી પર સાડા ત્રણ લાખ કરોડનું દેવું થયું તો બીજી બાજુ ભાજપના નેતાઓ અને કાર્યકરો કરોડોપતિ કઈ રીતે બન્યા? એમનો એવો કયો બિઝનેસ હશે કે જેમાં એ લોકો માલામાલ બની ગયા? એ બુચસિયાઓનો ધંધો છે ભ્રષ્ટાચાર થકી સરકારી તિજોરીમાંથી લોકોના ટેક્સના રૂપિયા એમની પોતાની તિજોરીમાં ટ્રાન્સફર કરવાનો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.