ધોરણ 12 સાયન્સનું 72.02% પરિણામ: રાજકોટ જિલ્લાનું સૌથી વધુ તો આ જીલ્લાનું સૌથી ઓછું પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) આજે સવારે 10 વાગ્યે ગુજરાત બોર્ડ 12 સાયન્સનું પરિણામ (Gujarat Board 12th science result 2022) જાહેર કરવામાં…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) આજે સવારે 10 વાગ્યે ગુજરાત બોર્ડ 12 સાયન્સનું પરિણામ (Gujarat Board 12th science result 2022) જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડ HSC પરિણામ 2022 GSEB સત્તાવાર વેબસાઇટ gseb.org દ્વારા રીઝલ્ટ જોઈ શકાશે. GSEB HSC પરિણામને ચેક કરવા  માટે વિદ્યાર્થીઓએ તેમનો છ અંકનો સીટ નંબર દાખલ કરવો પડશે.

ગુજરાત બોર્ડ 12 સાયન્સનું પરિણામ જાહેર થતા A1 ગ્રેડમાં 196 વિદ્યાર્થીઓ પાસ થયાં છે અને જ્યારે A2 ગ્રેડમાં 3306 વિધાર્થીઓ પાસ થયાં છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 72.4 % આવ્યું છે. આ વખતે સૌથી ધોરણ 12 સાયન્સનું વધુ પરિણામ મેળવનાર જિલ્લો રાજકોટ બન્યો છે. રાજકોટમાં આ વખતે 85.78 % પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું નોંધાયું છે. દાહોદ જિલ્લામાં આ વખતે 40.19 % પરિણામ આવ્યું છે. અમરેલીના લાઠી કેન્દ્રનું સૌથી વધારે 96.12% અને સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 33.33% પરિણામ આવ્યું છે.

12 સાયન્સનું પરિણામ જોવા માટે વિધાર્થીઓ નીચે આપેલ વેબસાઇટ પર જઈને જોઈ શકે છે:
ધોરણ 12 સાયન્સનું પરિણામ વિધાર્થીઓ gseb.org અને gsebeservice.com પર જોઈ શકશે. આ પરીક્ષા ગુજરાતના 1.08 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. બોર્ડ GSEB HSC 2022 ટોપર્સનું નામ, માર્ક્સ અને અન્ય ડેટા પણ જાહેર કરશે. 12મું વિજ્ઞાન પરિણામ 2022 ગુજરાત બોર્ડની માર્કશીટ ઉમેદવારની વિગતો, કુલ ગુણ, ગ્રેડ અને અન્ય વિગતો ધરાવે છે.

GSEB 12મું સાયન્સનું પરિણામ 2022: જાણો કેવી રીતે જોઈ શકશો
1. GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
2. આપેલ રીઝલ્ટ લિંક GSEB HSC Exam Results 2022 પર જાઓ.
3. તમારો છ અંકનો સીટ નંબર દાખલ કરો.
4. સબમિટ બટન દબાવો.
5. રીઝલ્ટ સ્ક્રીન પર આવશે.
6. રીઝલ્ટ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટઆઉટ કાઢી લો.
7. તમારું રીઝલ્ટ સારી રીતે તપાસો અને જો કોઈ ભૂલ જણાય તો શાળા પ્રશાસનનો સંપર્ક કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *