આ ખબર ની હેડલાઇન વાંચીને તમે હેરાન થઈ જશો ખરેખર આવું કેવી રીતે શક્ય છે.તમારું હેરાન થવું પણ યોગ્ય છે કારણ કે શોધમાં વૈજ્ઞાનિકોને એવી એક છોકરીની લાશ મળી છે જેનું મૃત્યુ 500 વર્ષ પહેલા થયું હતું પરંતુ આજે પણ તેના શરીરમાંથી લોહી નીકળી રહ્યું છે. એટલું જ નહીં તેના શરીરમાંથી નીકળેલાં લોહીમાં ટીબીના બેક્ટેરિયા પણ હાજર હતા.
સન 1999માં વૈજ્ઞાનિકોને આ છોકરીની લાશ આર્જેન્ટિનાના એક જ્વાળામુખી ના ઢગલામાંથી મળી હતી.શોધ કરતા હોય તેને પોતાની સાથે લઇ લીધી અને તેની તપાસ શરૂ કરી તો હેરાન થઈ ગયા.જ્યારે આ છોકરી નું મૃત્યુ થયું ત્યારે તેની ઉંમર 15 વર્ષ હતી.
વૈજ્ઞાનિકો ની જાણકારી મુજબ આ છોકરીની લાશ પાંચસો વર્ષોથી તે જ્વાળામુખીના ઢગલામાં દટાયેલી હતી. તેઓને પણ આ વાત જાણીને આશ્ચર્ય થયું કે 500 વર્ષ વિત્યા બાદ પણ આ છોકરીની લાશ હાજર હતી. તેની ચામડી બિલકુલ સારી હતી.
જ્યારે એ છોકરી ના શરીર ની તપાસ થઇ તો તેના અંદરથી લોહી નીકળ્યું, જેનાથી વૈજ્ઞાનિકોના આશ્ચર્યનો પાર ન રહ્યો.ખાલી એટલું જ નહીં લોહીમાંથી ટીબીના બેક્ટેરિયા પણ મળી આવ્યા.