સુરતમાં કામરેજ વિસ્તારમાં આંબોલી ગામે વહેતી તાપી નદીમાં માછલી પકડનાર યુવકને લાશ જોવા મળી હતી. એક કાપડના ટુકડા સાથે મહિલા અને બાળકીના હાથ બાંધેલી હાલતમાં મળી આવ્યા હતાં. બંનેનો સંબધ માતા પુત્રનો હોવાનુ પોલીસ માની રહી છે. પોલીસે મૃતદેહોને કબજે લઈને વધુ તપાસ શરુ કરવામાં આવી છે.
કઠોર ગામ રહેલા અને માછીમારીનો ધંધો કરતા રહિશો આંબોલી તાપી નદીમાં નાવ લઇને માછલી પકડવા ગયા હતા. ત્યારે આંબોલી જુના બ્રીજથી કઠોર તરફ જતા તાપી નદીનાં કિનારે પાણીમાં બે લાશ તરતી દેખાઈ હતી. જેમાં લગભગ 40 વર્ષની અજાણી મહિલા તથા 13 વર્ષનાં છોકરાની હતી. આ ઘટના અંગે કઠોર આઉટ પોસ્ટ પોલીસ ચોકીમાં જાણ કરતા પોલીસે આવી બંને લાશને બહાર કાઢી હતી.
પાણીમાંથી બંને લાશને બહાર કાઢી તપાસ કરતા જાણવા મળ્યું છે કે, સ્ત્રીનાં જમણા હાથનાં કાંડાનાં ભાગે પહેરેલ પંજાબી ડ્રેસનાં કપડાનાં ટુકડાનો એક છેડાથી ગાંઠ બાંધેલ હતી, અને કપડાનો બીજો છેડો નાનાં છોકરાનાં ડાબા હાથનાં કાંડાનાં ભાગે ગાંઠ બાંધેલ હતી. બંનેએ એક કાપડનો ટુકડો એકબીજાનાં હાથે બાંધેલ હતો.
પોલીસને તપાસ દ્રારા જાણવા મળ્યું છે કે, એક અજાણી મહિલાની લાશ ફુલી ગયેલી હતી. મૃતકે લીલાં કલરનો પંજાબી ડ્રેસ પહેરલો છે. તેના જમણા હાથનાં કાંડાનાં ભાગે પતંગિયાનું નિશાન છે. તથા ડાબા હાથે અંગ્રેજીમાં સુરેશ લખેલ છે. જ્યારે 13 વર્ષનાં છોકરાએ લાંબી બાંયનું ટી શર્ટ તથા જીન્સ પેન્ટ પહેરેલ છે.
પોલીસે કહ્યું હતું કે, લાવારીસ હાલતમાં મળી આવેલી મહિલાની ઉંમર લગભગ 40 વર્ષની અને બાળકની ઉંમર લગભગ 15 વર્ષની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બન્ને માતા-પુત્ર છે કે નહીં અને બન્ને ની આપઘાત કે હત્યાને લઈ રહસ્ય રહ્યું છે.
જોકે તપાસ દરમિયાન પોલીસને કઠોર તાપી નદીના કિનારે થી વધુ એક કોહવાઈ ગયેલી હાલતમાં 4-5 મહિનાની બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ત્રણેય મૃતદેહ એક જ પરિવાર ના છે કે નહીં તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.