હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. ભારતીય નૌસેનાએ કુલ 12 દિવસના પરિશ્રમ બાદ મિગ -29K વિમાન દુર્ઘટનામાં શિકાર થનાર નેવી કમાન્ડર નિશાંત સિંહના મૃતદેહને શોધી કાઢ્યો છે. અહીં નોંધનીય છે કે, આ નેવી કમાન્ડર લગ્ન માટેની રજા માટે પત્ર લખીને ચર્ચામાં આવ્યા હતા.
ગોવાના કિનારા પાસેના વિસ્તારમાં સર્જાઇ હતી દુર્ઘટના :
અંદાજે 11 દિવસની મહેનત પછી ભારતીય નૌકાદળને કમાન્ડર નિશાંત સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમનો મૃતદેહ ગોવાના દરિયાકાંઠેથી અંદાજે 30 માઇલ દૂર સપાટીથી કુલ 70 મીટરની ઊંડાઈએથી મળી આવ્યો હતો. આ સર્ચ ઓપરેશનમાં નેવી એ રાત-દિવસ એક કરી તપાસ આદરી હતી.
નૌસેનાનાં અદ્યતન સંસાધનોનો ઉપયોગ શોધ તેમજ બચાવ માટે કરવામાં આવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, કમાન્ડર નિશાંત સિંહ 26 નવેમ્બરે તેના મિગ-29K વિમાન અરબી સમુદ્રમાં તૂટી પડતાં ગુમ થયા હતા, જ્યારે એક પાઇલટને બચાવી લેવામાં આવ્યા હતા.
દુર્ઘટના બાદ દર કલાકની સાથે પાઈલોટનોપ જીવ બચાવવાની સંભાવનામાં થાય છે ઘટાડો :
ડિફેન્સ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે અકસ્માત બાદ તમામ કલાકે પાઇલટને બચાવવું અઘરું બનતું જાય છે પરંતુ આની સાથે સંકળાયેલા મુખ્ય જોખમ છે કે, સામાન્ય રીતે, આવા ઓપરેશન્સ અથવા તો શરૂઆતમાં સર્ચ તથા બચાવ કામગીરી છે. ફક્ત એક સપ્તાહમાં સર્ચ કામગીરીમાં ફેરવાઈ જાય છે. તે વ્યક્તિ આગામી 7 વર્ષો સુધી ગુમ થયેલ હોવાનું છે. ત્યારપછી તે વ્યક્તિ ઔપચારિકતાઓની સાથે મૃત ગણાતી હોય છે.
નૌસેનાએ બધી તાકાત લગાવી દીધી હતી :
કમાન્ડર નિશાંતને શોધી કાઢવા માટે નૌકા જહાજો તથા વિમાનોની વ્યાપક તૈનાતી કરવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશનમાં તૂટી પડેલ વિમાનનું લેન્ડિંગ ગિઅર, ટર્બોચાર્જર, ફ્યુઅલ ટેન્ક એન્જિન તથા વિંગ એન્જિન ગૌલિંગ સહિતના વિમાનના અવશેષો મળ્યા હતા. ભારતીય નૌકાદળના જણાવ્યા પ્રમાણે, સર્ચિન્ગમાં રોકાયેલ યુદ્ધ જહાજો તેમજ કુલ 14 વિમાનની ઉપરાંત, ઝડપી સંશોધન માટે નેવીના જહાજો પણ તૈનાત કરવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle