માસ પ્રમોશનથી ખુશી માતમમાં ફેરવાઈ: સુરતમાં ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યો-done

તાજેતરમાં સુરતના અલથાણામાંથી ધોરણ-12માં ભણતા એક વિદ્યાર્થીનું શંકાસ્પદ રીતે મોત નીપજતા પળવારમાં સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયી ગયો છે. આ વિદ્યાર્થીના પિતા ટ્રાન્સપોટરના વેપારી છે. પુત્ર શુક્રવારની રાત્રે બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યાં બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જ્યાં 3 કલાકની ટૂંકી સારવાર બાત તે મોતને ભેટ્યો હતો. હાલ પોલીસ દ્વારા મૃત્યુનું સાચુ કારણ જાણવા પોસ્ટ મોર્ટમની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. તેના પિતાને કોરોના થયો હોવાથી 14 દિવસ અઈસોલેશનમાં રહ્યા બાદ 30મેં ના રોજ ઘરે પરત આવ્યા હતા.

આ અંગે મૃતકના પિતા સુરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, લલિત ધોરણ-12માં અભ્યાસ કરતો હતો. હાલ બધાને માસ પ્રમોશન મળ્યુ હોવાથી લલિત પણ ખૂબ જ ખુશ હતો. ગઈકાલે સાંજે લલિત ઘરના બાથરૂમમાં ગયા બાદ કંઈ અવાજ આવ્યો હતો જેથી તેના નાના ભાઈએ બાથરૂમનો દરવાજો ખખડાવી એની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન અંદરથી કોઈ જવાબ ન મળતા બુમાબુમ કરી તમામને ભેગા કરી દીધા હતાં. આ દરમિયાન પડોશીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને બાથરૂમની વેન્ટિલેટરની બારી તોડી એક નાના બાળકને બાથરૂમમાં ઉતારી અંદરથી દરવાજો ખોલાવ્યો હતો.

આ અંગે પોસ્ટ મોર્ટમ કરનાર તબીબ નિશા ચંદ્રાએ જણાવ્યું હતું કે, હાલ હિસ્થોપેથોના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. હૃદયમાંથી લોહીના ગઠ્ઠા મળી આવ્યા છે. આ ઉપરાંત ફેફસામાંથી પાણી પણ મળી આવ્યું છે. મૃત્યુનું કારણ લેબના રિપોર્ટ બાદ જ જાણી શકાય છે. હૃદયરોગનો હુમલો કે, કોરોનાનો નવો સ્ટ્રેન કે, પછી કોઈ બીજું કારણ પણ મૃત્યુનું કારણ હોય શકે. જેથી હાલ કંઈ કહેવું મુશ્કેલ છે.

જાણવા મળ્યું છે કે, લલિત બાથરૂમમાં ઉંધો જમીન પર પડેલી હાલતમાં મળી આવતા એને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આ દરમિયાન લલિતનું હાર્ટ બંધ થઈ ગયું હોવાથી ખાનગી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા પમ્પીંગ કરી હાર્ટ ચાલુ કરવામાં આવ્યું હતું.

જોકે ગણતરીના કલાકોમાં લલિતનું મોત નિજપતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતાં. હાલ લલીતના મોતનું કારણ જાણવા પોલીસ દ્વારા પોસ્ટ મોર્ટમની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોસ્ટ મોર્ટમ કર્યા પછી લલિતના મૃતદેહને અંતિમ વિધિ માટે વતન હરિયાણા લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *