સુરતના વેસુ વિસ્તારમાં બંધ ફ્લેટમાંથી યુવતીનો કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ

આજકાલ સુરતમાં ઘણા એવા કિસ્સા બને છે જેમાં અનેક જગ્યાએથી લાશો મળી આવે છે આ દરમિયાન વેસુ વિસ્તારમાં આવેલા સુમન આનંદ આવાસમાંથી મિઝોરમની એક યુવતીનો…

આજકાલ સુરતમાં ઘણા એવા કિસ્સા બને છે જેમાં અનેક જગ્યાએથી લાશો મળી આવે છે આ દરમિયાન વેસુ વિસ્તારમાં આવેલા સુમન આનંદ આવાસમાંથી મિઝોરમની એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આવાસના રહિશોને બંધ ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ફાયરબ્રિગેડે દરવાજો ખોલતા કોહવાયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, વેસુ વિસ્તારમાં આવેલા સુમન આનંદ આવસના E બિલ્ડીંગના ફ્લેટ નંબર 503માંથી મિઝોરમની આશા સારકી નામની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. બે દિવસોથી આશાનો ફ્લેટ બંધ જ રહેતો હતો.

જેમાંથી અચાનક દુર્ગંધ આવતાં લોકો દ્વારા પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા દરવાજો તોડતા અંદરથી મૃતદેહ મળી આવ્યો હતો. છેલ્લા 2 દિવસથી આશાના ફ્લેટનો દરવાજો નહીં ખોલતા આજુબાજુ વાળા વ્યક્તિ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ફાયર બ્રિગેડ સહિત પોલીસ ટીમ ઘટના સ્થળ પર આવીને દરવાજો તોડતા અંદરથી કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સાથે જ આજુ-બાજુ મોટા પ્રમાણમાં દારૂની બોટલ પણ મળી આવી હતી. હાલ ઉમરા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *