સુરતમાં અજાણ્યા યુવકની તિક્ષ્ણ હથિયારથી હત્યા કરેલી લાશ મળી

સુરતમાંથી અવારનવાર હત્યાના કેસો સામે આવી રહ્યા છે ત્યારે ફરી એક વાર પોલીસના જ ખબરીને ગંભીર રીતે હત્યા કરવામાં આવી છે. નવાપુર નજીક ટેલિફોન એક્સચેંજ ઓફિસ નજીક હાઈવે પર પાર્ક કરેલી બ્રાઉન કલરની કાર મળી આવી હતી. આ કારની તપાસ કરતા આ કાર સુરતથી ખરીદાયેલી હોવાનું સામે આવ્યું છે. કારમાં પાછળની સીટ પર  લાશ મળી આવી છે. આ સ્થળ પર લોકોની ભીડ એકઠી થવા લાગી હતી.

નવાપુર પોલીસ સ્થળ પર પહોંચી હત્યા થયેલ યુવકની ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરી છે, હત્યા થયેલ યુવક સુરતનો હોવાનું જાણવા મળેલ છે. ગુરુવારે સાંજે 6 વાગ્યે એક કાર ટેલિફોન ઓફિસની સામે હાઇવેની વચ્ચે આડી પાર્ક હતી. જેની પાછળની સીટે ભાવેશ સી. મહેતાની લાશ જોવા મળી હતી ત્યારે પોલીસને તરત જ જાણ કરવામાં આવી હતી.

પોલીસે ઘટના સ્થળે પહોંચી કારની તપાસ શરુ કરતા યુવકની તીક્ષ્ણ હથિયારથી આખું શરીર અને ગળાના ભાગે મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. યુવકને મોઢા પર પ્લાસ્ટિકની ટેપ બાંધેલી હતી. નવાપુર પોલીસ તપાસ અર્થે આ ગાડી સુરતની સામે આવી છે.

કારમાં મળેલો યુવક 45-50 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે. સ્થળ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. નવાપુર શહેરના યુવકોએ લાશને કારમાંથી કાઢીને હોસ્પિટલમાં પીએમ રૂમમાં લઈ ગયા. મૃતક પોલીસનો ખબરી હોવાની જાણવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *