હર્ષ સંઘવી સલાહ આપવામાં હોશિયાર: પોતે માસ્ક વગર રખડપટ્ટી કરે તો જનતાને શા માટે સલાહ આપતા હશે

જનતા સામે માસ્ક પહેરવાના અને સામાજિક અંતર રાખવાના બણગા ફૂક્તી સરકારના નેતાઓ જ આ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડે તે કેટલું યોગ્ય? સામાન્ય જનતા પાસેથી જરાક…

જનતા સામે માસ્ક પહેરવાના અને સામાજિક અંતર રાખવાના બણગા ફૂક્તી સરકારના નેતાઓ જ આ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડે તે કેટલું યોગ્ય? સામાન્ય જનતા પાસેથી જરાક પણ માસ્ક નાકની નીચે હોય તો 1 હજારનો દંડ ભરવો પડે છે. તો આ નેતાઓ પાસેથી કોણ દંડ વસુલશે?

ત્યારે સુરત શહેરમાં ભાજપના નેતાઓ જ કોરોનાના નિયમોના લીરે લીરા ઉડાડી રહ્યા છે. શનિ અને રવિ ડુમસ બીચ જવા પર પ્રતિબંધ મુકાયો છે ત્યારે ધારાસભ્ય હર્ષ સંઘવી સહિત ભાજપના સંખ્યાબંધ કાર્યકરો અને હોદ્દેદારો માસ્ક વિના સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી ટોળે વળ્યા હતા.

40 જેટલા લોકોમાંથી ધારાસભ્ય હર્ષ સંઘવી અને અન્ય 32 લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. અહીં તેમણે ભજિયાં પાર્ટી કરી હોવાની ચર્ચા પણ સોશિયલ મીડિયામાં ચાલી હતી. સામાન્ય લોકોને બીચ પર તો ઠીક પણ ડુમસમાં ભજિયાં ખાવા પણ જવા દેવાતા નથી. તો પછી નેતાઓને કેમ છૂટ આપવામાં આવે છે ?

આ સમગ્ર ઘટના પરથી એક ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે કે, પાલિકા અને પોલીસ કમિશનરે શનિ-રવિવારે શહેરીજનો પર ડુમસ હરવા-ફરવા, જવા પર પ્રતિબંધ મૂક્યો છે ત્યાં જતાં લોકોને દંડા બતાવી અટકાવવામાં આવે છે પણ ભાજપના કાર્યકરોને પોલીસે કેમ ન અટકાવ્યા?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *