સુરત: બોગસ કોલ સેન્ટર 4 માસમાં બીજીવાર પકડાયું, એક યુવતી સહિત 35 લોકો ઝડપાયા

સુરતમાં આવેલ જહાંગીરપુરા કેનાલ રોડ પર ફરી એકવાર કોલ સેન્ટર પકડવામાં આવ્યું છે. જહાંગીરપુરા પોલીસે 1 મહિલા સહિત 35 લોકોની અટકાયત કરી હતી. સમી સાંજે શરૂ થયેલી કામગીરી મોડી રાત સુધી ચાલી હતી.પોલીસે જહાંગીરપુરા વિસ્તારમાં આ જ જગ્યાએ 4 મહિના પહેલા પણ કોલ સેન્ટર પકડયું હતું. ફિરોઝ ઉર્ફે ખાંડા હાજી મેમણ (રહે. ખાંડા કુવા ફળિયું, રાંદેર)એ ફરી કોલ સેન્ટર શરૂ કરી લોકોને ઠગવાની શરૂઆત કરી હતી.

રોકાણના નામે લોકોના પૈસા ઉસેટી લેવાનું વ્યવસ્થિત કાવતરું ચાલી રહ્યું હોવાની બાબત જહાંગીરપુરા પોલીસના ધ્યાને આવતા બુધવારે સાંજે જહાંગીરપુરા પોલીસે દાંડી રોડના નિર્વાણા કોમ્પ્લેક્ષમાં રેડ કરી 35 લોકો ઉપરાંત લેપટોપ, પીસી અને અન્ય સાધનો કબજે કર્યા હતા. કોલ સેન્ટરમાંથી મોટી સંખ્યામાં પોલીસ લોકોની અટકાયત કરવાની હોવાને લીધે રાંદેર પોલીસની પણ મદદ મેળવી હતી. મોડી રાત્રે પોલીસે 1 યુવતી સહિત 35 લોકો કોલ સેન્ટરમાં થી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ફિરોઝ પોતાની મોડ્સ ઓપરેન્ડી મુજબ ફરી એકવાર લોકોને ઠગવા માટે રોકાણની સારી સારી સ્કીમો બતાવતો હતો.ટિપ્સ આપવાના બહાને અલગ અલગ એકાઉન્ટમાં રૂપિયા જમા કરવાનું કહ્યા બાદ રોકાણકારને અંગુઠો બતાવી દેતો હતો.જહાંગીરપુરા પોલીસના ધ્યાને આખી ગતિવિધિ આવતા બુધવારે સાંજે નિર્વાણા કોમ્પ્લેક્ષના ચોથા માળે રેડ કરી મહિલા સહિત 35 લોકોની અટકાયત કરી હતી.

અત્રે ઉલેખનીય છે કે, અગાઉ પણ આજ વિસ્તારમાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની હદમાં કોલ સેન્ટર ઝડપાયું હતું અને કોલ સેન્ટર ફિરોઝ ઉર્ફે ખાંડા હાજી મેમણ જ ચલાવતો પકડાયો હતો. જોકે 4 મહિનામાં જ ફિરોઝે જહાંગીરપુરામાં ફરી કોલ સેન્ટર ધમધમતું કરી દીધું હતું.પીસીબીની નજરમાં ફિરોઝના ટ્રાન્ઝેક્શન આવી જતા લોકલ પોલીસને જાણ કરવામાં આવી હતી. આખરે ફિરોઝની પોલ ખુલી ગઈ હતી અને ફિરોઝ સહિતના લોકોની અટકાયત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *