મોટા બાપની દીકરીએ પહેલા તો યુવાનને પૂરપાટ ઝડપે કારથી ફંગોળ્યો અને મદદ કરવાને બદલે થઇ ફરાર- જુઓ CCTV વિડીયો

આજકાલ વધતી અકસ્માતની ઘટના દરમિયાન જામનગરમાં ઈલેકટ્રોનિક્સ ચીજ-વસ્તુઓના વેપાર સાથે સંકળાયેલા જાણીતી પેઢીના માલિકની સગીર પુત્રીએ રવિવારે સાંજના અરસામાં વાલકેશ્વરીનગરીમાં પૂરઝડપે ગાડી ચલાવીને હોન્ડાચાલકને હડફેટે લીધો હતો. આ યુવકને ગંભીર ઈજા પહોંચાડતા તેને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

જોકે, બનાવ અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. આ બનાવે શહેરભરમાં ભારે હોબાળો મચાવ્યો છે. મળતી માહિતી મુજબ, જામનગર શહેરના વાલકેશ્વરી વિસ્તારમાં રવિવારે સાંજે પૂરઝડપે દોડતી એક કારે બાઈકચાલકને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બાઈકચાલક બાજુના મકાન સુધી ફંગોળાયો હતો. બનાવ બાદ કારચાલક સગીર યુવતી ત્યાંથી નીકળી ગઈ હતી. આ દરમિયાન તાત્કાલિક જ ત્યાં અન્ય લોકો આવી પહોચ્યા હતા અને જે ગાડીમાં અકસ્માત સર્જયો હતો તેમાં જ ઘાયલ વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તબીયત વધુ બગડતા તેને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જાણવા મળ્યું છે કે, અકસ્માત સર્જનાર શહેરના જાણીતા ઈલેકટ્રોનિક્સ શો-રૂમના માલિકની સગીર વયની પુત્રી કાર ચલાવતી હતી. પરંતુ, હજુ સુધી આ ઘટના અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ આ ઘટનાએ શહેરભરમાં ભારે હોબાળો મચાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *