રાજકોટ(ગુજરાત): શહેરમાં સાતમ આઠમમાં દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય થયા છે. તેવામાં રાજ્યમાં દારૂ લાવવા માટે અલગ અલગ કિમીયાઓ અજમાવી પોલીસથી બચી શહેરમાં દારૂની હેરાફેરી કરી રહ્યા છે.
પોલીસને માહિતી મળી હતી કે, આજી વસાહત ખોડિયાપરા 37 માં રહેતો પંકજ ઉર્ફ શિવરામ અમરશીભાઇ મકવાણા નામનો વ્યક્તિએ પાણીના જગમાં દારૂની બોટલો છુપાવી માલવાહક રિક્ષામાં હેરાફેરી કરતો હતો. માહિતી મળતા સખ્ત બંધોબસ્ત સાથે પોલીસને ઘટના સ્થળે તેનાત કરવામાં આવ્યા હતા. અને નજર રાખવાનું કહેવામાં આવ્યું હતું.
મળેલ બાતમીના આધારે પોલીસે રેડ પડતા રિક્ષા પાછળની ટ્રોલીમાં રખાયેલા વોટર જગની અંદરથી દારૂની 25 બોટલો મળી આવી હતી. ડીસીબી પોલીસ સ્ટેશનમાં શિવરામ ઉર્ફ પંકજ વિરુધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને દારૂ, રિક્ષા, પાણીના 5 જગ, મોબાઇલ ફોન મળીને કુલ 68000 રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો.
અગાઉ પણ બુટલેગરોએ પાણીના ટેન્કર માં કે પછી દૂધ ના ટેન્કર માં દારૂ સંતાડ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. તો સાથે જ રિક્ષા કે પ્રાઇવેટ કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરાતી હતી.
એટલું જ નહીં, ઘરમાં પણ અલગ અલગ જગ્યાએ ચોરખાનું બનાવી તેમાં પણ દારૂનો જથ્થો રાખવાના બનાવો પણ જોવા મળ્યા છે. થોડા સમય પહેલાં માલવાહક રીક્ષામાં ઘાસચારાની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાના બનાવ જોવા મળ્યો છે, ત્યારે ફરી એક વાર રાજકોટ પોલીસે વોટર જગ માં દારૂના જથ્થાનો ઝડપી પાડયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.